માધાપરમાં 23 નેત્રરોગી શત્રક્રિયા માટે તારવાયા : 60 દાતાએ કર્યું રક્તનું દાન

માધાપરમાં 23 નેત્રરોગી શત્રક્રિયા માટે તારવાયા : 60 દાતાએ કર્યું રક્તનું દાન
માધાપર (તા. ભુજ) તા. 16 : માધાપર સમસ્ત જૈન સમાજ મોમાય કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ (મઢુલી ગ્રુપ) અને વરસાણી આંખની હોસ્પિટલ દ્વારા જી. કે. જનરલ હોસ્પિટલ બ્લડ બેન્કના સહયોગથી નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ અહીં યોજાયો હતો. નિ:શુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં 325 દર્દીઓએ સારવાર લીધી હતી. 23 દર્દીઓના મોતિયાના ઓપરેશન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. દર્દીને નિ:શુલ્કમાં ચશ્મા અને દવા અપાયા હતા તથા આંખને લગતા તમામ રોગોનું નિ:શુલ્ક તપાસ-માર્ગદર્શન અપાયું હતું. બ્લડ ડોનેશન કેમ્પમાં 60 જેટલા જણે રક્તદાન કર્યું હતું. પ000ગી વધુ આંખોના ઓપરેશનનો અનુભવ ધરાવનાર ડો. ભરત વરસાણી દ્વારા સેવા આપવામાં આવી હતી. દિલીપભાઈ ત્રિવેદી (કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ) દ્વારા પ્રાસંગિક પ્રવચન કરાયું હતું. દીપ પ્રાગટય હિતેશભાઈ ખંડોર (સમસ્ત જૈન સમાજ માધાપરના પ્રમુખ), શક્તિસિંહ જાડેજા (મોમાયકૃપા ચેરિટેબલ ટ્રસ્ટ મઢુલી ગ્રુપના પ્રમુખ) પ્રીતમભાઈ ઠક્કર (લોહાણા રઘુવંશી સમાજના પ્રમુખ), ડો. ડાભી (જી. કે. જનરલ હોસ્પિટલ), ડો. ભરત વરસાણી, વિજયભાઈ રાજપૂત (ઉપસરપંચ), દિલીપભાઈ ભીંડે, જિલ્લા આર્થિક સેલના કન્વીનર અને લોહાણા સમાજના પૂર્વ?પ્રમુખ વસંતભાઈ મહેતા માધાપર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ ઉપેન્દ્રભાઈ શાહ,   માધાપર જૈન સમાજના મંત્રી, અમૃતલાલ લોદરિયા માધાપર જૈન સમાજ, ગ્રામ પંચાયતના સભ્ય લીનાબેન ઠક્કર, હર્ષાબેન ગઢવી, નારણભાઈ મહેશ્વરી, તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કાનજીભાઈ મહેશ્વરી દ્વારા કરાયું હતું. આ કેમ્પમાં ધનજીભાઈ ભુવા તાલુકા ભાજપ પ્રમુખ પ્રેમીલાબેન ચાડ માધાપર જૂનાવાસના સરપંચ, પ્રવીણભાઈ ખોખાણી જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ, કલુભા વાઘેલા વગેરે હાજર રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer