ક.વી. ઓ. જૈન મહાજને 244મી દીકરી પરણાવી

ક.વી. ઓ. જૈન મહાજને 244મી દીકરી પરણાવી
ભુજ, તા. 16 : ક.વી.ઓ. જૈન મહાજને મહાજનનું મામેરું યોજના અંતર્ગત 244મી દીકરીને પરણાવી હતી. ટ્રસ્ટી નરેશભાઇ શાહે જણાવ્યું હતું કે, સંસ્થાના અધ્યક્ષ તારાચંદભાઇ છેડાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ચાલતી મહાજનનું મામેરું યોજના હેઠળ ભુજ તાલુકાના ભુજોડી નિવાસી ભરતભાઇ જેઠીની પુત્રી ચિ. ચાર્મી સંગે ભુજ નિવાસી અરુણકુમાર જેઠીના પુત્ર ચિ. ભાવિક સંગાથે લગ્ન યોજી આનંદ અને સંતોષ મેળવ્યો છે. લગ્નોત્સવ પ્રસંગે કન્યાને વિવિધ ભેટ મૂળ કોટડી મહાદેવપુરી હાલે ભુજ પ્રેમિલાબેન પ્રેમચંદ સંઘવી હસ્તે કમલેશભાઇ પરિવારના જીનિશા ઉમંગ સંઘવી, સોનલ પ્રકાશભાઇ સંઘવી,  લક્ષ્મીબેન જગશી ચાંપશી છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઇ છેડા પરિવાર, જ્યોતિબેન ગિરીશભાઇ છેડા પરિવાર, સમર્પણ ગ્રુપવાળા ભાઇચંદભાઇ સ્વરૂપચંદ વોરા પરિવાર, સોલ્યુશન હસ્તે નેહાબેન ટોપરાણી અને કેતનભાઇ પરિવાર, જયશ્રીબેન સુભાષભાઇ આઇયા પરિવાર, લક્ષ્મીબેન જમનાદાસ ઠક્કર (હસ્તે કમલેશ જ્વેલર્સ) પરિવાર,  તુલસીભાઇ જોષી (ઓધવરામ ડેવલોપર્સ-ભુજ) પરિવાર, ઓધવજીભાઇ ચાંપશી પલણ (એચપી ગેસ-નખત્રાણા) પરિવાર,  મનીષભાઇ મૂળજીભાઇ ભાટિયા પરિવાર (નખત્રાણા), અનિલભાઇ માવજીભાઇ જોબનપુત્રા પરિવાર (નખત્રાણા), કમલેશભાઇ લક્ષ્મીચંદભાઇ જોષી પરિવાર (નખત્રાણા), શીલાબેન કમલેશભાઇ જોષી પરિવાર (નખત્રાણા), વિશ્રામભાઇ નારાયણજી ચંદે (પ્રકાશ એજન્સી-ભુજ) પરિવાર,  લીલમબેન ગાંધી પરિવાર ભુજ,  શૈલેશભાઇ લવજી મજેઠિયા પરિવાર (એચપી ગેસ-નખત્રાણા), વાઘેશ્વરી જ્વેલર્સ હસ્તે ગંગારામભાઇ મનજી પરિવાર (દેવીસરવાળા-નખત્રાણા) અને ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા કન્યાને રૂા. 11,000ના બોન્ડ અર્પણ કરાયા હતા. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી હરેશભાઇ ગોગરી,  ડો. દેવચંદભાઇ ગાલા, સખીવૃંદના ચેતનાબેન છેડા, અંજુબેન શાહ, વગેરે આશીર્વાદ પાઠવ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer