માંડવીના આનંદ મેળાની આવક કથામાં વાપરવાની જાહેરાત

માંડવીના આનંદ મેળાની આવક કથામાં વાપરવાની જાહેરાત
માંડવી, તા. 16 : ઇન્ટર નેશનલ મહિલા લોહાણા સમાજ દ્વારા તાજેતરમાં ભાટીયા યજ્ઞ શાળામાં નાત જાતના ભેદભાવ વગર સમસ્ત નગરજનો માટે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 40 સ્ટોલ ઊભા કરાયા હતા. શહેરના નગરપતિ મેહુલભાઇ શાહના પ્રમુખ પદે યોજાયેલા આનંદ મેળામાં અતિથિ વિશેષ તરીકે શહેર ભાજપના અધ્યક્ષ દેવાંગભાઇ દવે, કારોબારી ચેરમેન દિનેશભાઇ હીરાણી, એવોર્ડ વિજેતા દિનેશભાઇ શાહ, લોહાણા મહાજનના પ્રમુખ રામજીભાઇ ઠક્કર, મંત્રી પ્રકાશભાઇ ઠક્કર, ખીમજીભાઇ હરજી ડોરૂ, પૂજાબેન ઠક્કર, સ્ટેટ બેંકના મેનેજર દિનેશભાઇ ઠાકોર, સુરેશભાઇ ઠક્કર, ડો. પારૂલબેન ગોગરી વગેરે મહાનુભાવોએ દિપ પ્રગટાવીને આનંદ મેળાને ખુલ્લો મૂકયો હતો. પ્રારંભમાં સંસ્થાના પ્રમુખ કાશ્મીરાબેન રૂપારેલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી આનંદ મેળાની તમામ આવક આગામી ભાગવત કથામાં વાપરવાની જાહેરાત કરી હતી.  મંત્રી કલ્પનાબેન ઠક્કરે આનંદ મેળાની વિગતો આપી હતી. પ્રોજેકટ ચેરમેન દર્શનાબેનનું શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું હતું. ડ્રો સિસ્ટમમાં વિજેતા બે સ્ટોલ ધારકોને ખીમજીભાઇ ડોરૂ તરફથી ઇનામ અપાયું હતું. મંચસ્થ મહાનુભાવોનું ચંદ્રિકાબેન, ચેતનાબેન, અરૂણાબેન, રોમાબેન અને પિનાકિનીબેનના હસ્તે સન્માન કરાયું હતું. ખીમજીભાઇ ડોરૂ, સચિનભાઇ જોશી અને ગઢશીશા મહાજન તરફથી રોકડ દાન જાહેર કરાયું હતું. આનંદ મેળાની ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ મુલાકાત લઇને આનંદ મેળાના કારણે ત્રી સશક્તિકરણની ભાવનાને બિરદાવી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. સંચાલન વિધિબેન ઠક્કરે કર્યું હતું. જ્યારે પિનાકિનીબેને આભારવિધિ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer