તમામ આરોગ્ય કેન્દ્રોમાં સગર્ભાની એચઆઇવી- સિફિલીસ તપાસ જરૂરી

તમામ આરોગ્ય કેન્દ્રોમાં સગર્ભાની એચઆઇવી- સિફિલીસ તપાસ જરૂરી
ભુજ, તા. 16 : જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, અને જિલ્લા હોસ્પિટલ ખાતે કાર્યરત લેબ ટેકનિશિયન સાથેની સ્વેતના દ્વારા આયેજિત બેઠકમાં સગર્ભા માતાની સુવાવડના પ્રથમ સેમેસ્ટરમાં એચ.આઇ.વી. સિફિલીસની તપાસને અનિવાર્ય ગણાવાઈ હતી. જિ.પં. કચેરી ખાતે સ્વેતના ઇ.એમ.ટી.સી.ટી. જી.એસ. એન.પી. પ્લસના રાજેશભાઇ વાઘેલાએ જિલ્લા કક્ષાની સેન્સેટાઇઝેશન બેઠકને સંબોધતા જણાવ્યું કે, કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે અને તમામ સગર્ભા માતાની તપાસમાં ખાસ એચ.આઇ.વી. સિફિલીસની તપાસ જો સુવાવડના પ્રથમ સેમેસ્ટરમાં કરાય અને કોઇ તકલીફની જાણ થાય તો તેની તાત્કાલિક નજીકના મુખ્ય કેન્દ્ર પર સારવાર થાય તો આવનારા સમયમાં માતા અને બાળક માટે સારવાર આપી તેના ચેપથી બચાવવા પ્રયત્ન કરી શકાય છે.જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા માતાની પ્રાથમિક તપાસ માટેના રિપોર્ટની કામગીરીમાં, સગર્ભા માતાની મમતા દિવસમાં તપાસ, સુવાવડના પ્રથમ સેમેસ્ટરમાં આવતા તમામ રિપોર્ટની સમીક્ષા, તેની નોંધણી અને અહેવાલોનું મૂલ્યાંકન વિશે ચર્ચા કરાઇ હતી.બેઠકમાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. કુર્મી, મેલેરિયા શાખાના પ્રકાશ દુર્ગાણી વગેરે હાજર રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer