વિશેષ ઝુંબેશ હેઠળ અંજારમાં 421 રખડતા આખલા પકડાયા

વિશેષ ઝુંબેશ હેઠળ અંજારમાં 421 રખડતા આખલા પકડાયા
અંજાર, તા. 16 : અહીંની નગરપાલિકા દ્વારા રખડતા આખલા પકડવાની ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે. પ્રમુખ રાજેશભાઈ વી. ઠક્કર, ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન એસ. ખાંડેકા, કારોબારી સમિતિ ચેરમેન કેશવજીભાઈ કે. સોરઠિયા, શાસકપક્ષના નેતા ડેનીભાઈ આર. શાહ, જાહેર આરોગ્ય સમિતિ ચેરમેન દીપકભાઈ આર. આહીર, ચીફ ઓફિસર સંજયભાઈ એસ. પટેલના આદેશ અનુસાર કચેરી અધીક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંધવની દેખરેખ હેઠળ સેનિ. ઈન્સ્પેક્ટર તેજપાલભાઈ લેંચાણી અને પાલિકાના સ્ટાફ દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. રાત્રિ દરમ્યાન ચાલતી આ ઝુંબેશમાં સંવેદના ગ્રુપના દિનેશભાઈ સી. ઠક્કરનો સહયોગ સાંપડી રહ્યો છે. શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી અત્યાર સુધી 421 જેટલા આખલા પકડી પાડવામાં આવેલા છે. જે સંવેદના ગ્રુપ સંચાલિત સંવેદના ગૌસેવા - નંદીશાળાને સુપ્રત કરવામાં આવ્યા છે. ઉપરાંત શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જાહેરમાં વેચાતો રંજકા સહિતનો લીલો ચારો પકડી પાડવાની કામગીરી પણ ચાલી રહી છે. પકડી પાડવામાં આવતા ચારાનો જથ્થો પણ અંજાર નગરપાલિકા દ્વારા સંવેદના ગ્રુપ દ્વારા ચાલતી નંદીશાળામાં જમા કરાવી દેવામાં આવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer