આદિપુરમાં યોજાઈ અનોખી બાળમેરેથોન

આદિપુરમાં યોજાઈ અનોખી બાળમેરેથોન
ગાંધીધામ, તા 16 : અહીંના જયઅંબે શક્તિ મહિલા મંડળ દ્વારા `િફટ ઈન્ડિયા' પ્રકલ્પ અંતર્ગત આદિપુર ખાતે બાળ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિપુરમાં મૈત્રી સ્કૂલ પાછળ આવેલાં સરદાર વલ્લભભાઈ પટેલ  ઉદ્યાનમાં યોજાયેલી મેરેથોન દોડમાં 802 બાળકોએ  ઉમંગભેર ભાગ લીધો હતો. સંસ્થાના પ્રમુખ ઉષાબેન ગોસ્વામીના વડપણ હેઠળ કરાયેલાં આયોજનમાં મૈત્રી સ્કૂલ (અંગ્રેજી માધ્યમ), એસ.આર. ગણાત્રા ગુજરાત વિદ્યાલય ઉપરાંત અન્ય શાળાના છાત્રોએ ભાગ લીધો હતે.નાટયકાર પ્રદીપ જોશી, લાયન્સ કલબના ઉપાધ્યક્ષ અશોક દામા, ઝોનલ ચેરમેન રાકેશ આસનાની વિગેરેએ સ્ટાર્ટ આપ્યો હતો. સંસ્થા તરફથી તમામ બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં લાયન્સ કલબના ગોપાલ તિર્થાણી, હર્ષ અદતાણી, એકતા અદતાણી,  દીપક ટેકચંદાણી, ચેતન નૈનાણી, મુરલીધર ગોપલાણી, સ્કેટિંગના પ્રશિક્ષક મકેશ અંગ્રીસ  તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ખુશ્બુ ભાનુશાલીએ કર્યું હતું. આભારવિધિ કરતાં ઉષાબેને આગામી મહિલા દિનના ઉપલક્ષમાં બહેનો માટે પણ આ પ્રકારની  દોડ  રાખવાની લાગણી વ્યકત  કરી હતી. લાયન્સ પ્રમુખ રોશન ગોપલાણેએ શુભેચ્છા પાઠવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer