ગાંધીધામમાં યોજાયો મારવાડ ખેલ મહાકુંભ : છ રમતો રમાઇ

ગાંધીધામમાં યોજાયો મારવાડ ખેલ મહાકુંભ : છ રમતો રમાઇ
ગાંધીધામ, તા. 16 : શહેરના મારવાડી યુવા મંચ અને માયુમ જાગૃતિ શાખા દ્વારા મારવાડ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ખેલ મહાકુંભનો પ્રારંભ સમાજના અગ્રણીઓ દ્વારા દીપ પ્રાગટયથી કરવામાં આવ્યો હતો. આ ખેલ મહાકુંભનો ઉદ્દેશ્ય મંચ પરિવારના સભ્યોમાં રહેલી ખેલ પ્રતિભાને  ઉજાગર કરવાનો હતો. ખેલેગા ભી મારવાડી ઔર જીતેગા ભી મારવાડીના સૂત્ર સાથે યોજાયેલા આ મહાકુંભ છ રમતોનું આયોજન કરાયું હતું. જેમાં 150 સભ્યોએ ભાગ લીધો હતો. આ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારાઓને મંચ દ્વારા ટ્રોફી અર્પણ કરી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા ભાગ લેનારા તમામને પ્રમાણપત્ર અપાયા હતા. આ ખેલ મહાકુંભના સમાપન સમારોહમાં બાબુલાલ સિંધવી, કમલ ગર્ગ, અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન પારસ જોયા અને આભારવિધિ માયુમ શાખાના પ્રમુખ શ્વેતા મહેતાએ કરી હતી. મારવાડી યુવા મંચના પ્રમુખ જિતેન્દ્ર જૈન, શૈલેન્દ્ર જૈન, મુકેશ સિંધવી, જયેશ?ગુપ્તા, સુધીર ગોયલ, રાજેન્દ્ર અગ્રવાલ, કેવદારામ પટેલ, સંદીપ બાગરેચા, જયંતી જૈન, સંગીતા શાહ, રાજુલ જૈન વગેરેએ  આ કાર્યક્રમને સફળ બનાવવા સહકાર આપ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer