મોબાઈલ અને કોમ્પ્યુટરને વશ થયેલા બાળકો રમતગમત અપનાવે

મોબાઈલ અને કોમ્પ્યુટરને વશ થયેલા બાળકો રમતગમત અપનાવે
નખત્રાણા, તા. 16 : તાલુકાના મોટા યક્ષ સમીપે પાર્શ્વ વલ્લભ ઈન્દ્રધામ તીર્થ ખાતે જૈન જાગૃતિ સેન્ટર નખત્રાણા દ્વારા સમાજના બાળકોનું સરસ્વતી સન્માન તથા ઈન્ડોર ગેમ કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ જીત શાહે પોતાના વક્તવ્યમાં આજના આધુનિક યુગમાં બાળકો મોબાઈલ અને કોમ્પ્યુટરમાં ઓતપોત થઈ ભૌતિક સાધનોને વશ થઈ ગયા છે, ત્યારે આવી ગેમોનું વધારેમાં વધારે આયોજન થાય તો બાળકો શારીરિક રીતે માનસિક રીતે વધુ મજબૂત બને. તેમણે સંસ્થા દ્વારા થતી પ્રવૃત્તિની માહિતી આપી હતી.બિપિન શાહ, ઋષભ શાહ દ્વારા બાળકોમાં ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તો તાનસેનભાઈ શાહ, મયૂરભાઈ, રમેશભાઈ ગાંધી, અક્ષયભાઈ શાહ, હેમાંગ શાહ, ચાર્મીબેન ગાંધી, હિનાબેન, દિપાબેને બાળકોને ઉદબોધન આપ્યું હતું. ટ્રસ્ટનાં પ્રમુખ વીરસેનભાઈ શાહે કહ્યું હતું કે, સંસ્થા દ્વારા સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિઓ  કરવામાં આવે છે તે ધન્યવાદને પાત્ર છે. દિલીપ મહેતા, રાજેશ શાહ, મિલન મહેતા, વૈરાગ શાહ, પારસ મહેતા સહિત કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન-આભારવિધિ પ્રોજેક્ટ ચેરમેન કેતન શાહે સંભાળ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer