ઓસી સામે ભારત ડે-નાઇટ ટેસ્ટ રમશે

નવી દિલ્હી, તા. 16 : બીસીસીઆઇના અધ્યક્ષ અને પૂર્વ સુકાની સૌરવ ગાંગુલીએ આજે સ્પષ્ટ કર્યું છે કે ટીમ ઇન્ડિયા હવે વિદેશમાં પણ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવા તૈયાર છે. ગાંગુલીએ આજે મીડિયા સમક્ષ ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં ગુલાબી દડાથી ડે-નાઇટ ટેસ્ટ રમવા તૈયાર હોવાનું જણાવ્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ભારતીય ક્રિકેટ ટીમ તેની પહેલી ડે-નાઇટ ટેસ્ટ મેચ ગત નવેમ્બરમાં કોલકતાના ઇડન ગાર્ડન મેદાન પર બાંગલાદેશ વિરુધ્ધ રમી હતી. જેમાં કોહલીની ટીમનો વિજય થયો હતો. આજે બીસીસીઆઇની બેઠક મળી હતી. આ બેઠક બાદ ગાંગુલીએ કહ્યંy હતું કે, આ બેઠકમાં આગામી ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાડવાની મંજૂરી આપવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને લાંબા સમયથી ભારત સામે ગુલાબી દડાથી ટેસ્ટ ક્રિકેટ રમાવાનો ઇંતઝાર હતો. આ પહેલાં 2018ની ચાર ટેસ્ટની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ એક મેચ ડે-નાઇટમાં રમવાની ભારતીય ટીમ સમક્ષ ઓફર મૂકી હતી, પણ તે ટીમ ઇન્ડિયાએ ઠુકરાવી હતી. વર્ષ 201પથી ડે-નાઇટ ટેસ્ટ મેચની શરૂઆત થઇ છે. આ પછી ભારત ફકત એક જ ડે-નાઇટ મેચ 2019માં રમ્યું છે. હવે બીસીસીઆઇના ચીફ સૌરવ ગાંગુલીએ કહ્યંy છે કે ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડમાં ગુલાબી દડાથી દિન-રાત્રિની ટેસ્ટ મેચ રમવા તૈયાર છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer