ડાભુંડા પાસે રિક્ષામાંથી દેશી શરાબ સાથે એક ઝડપાયો : એક ફરાર

ગાંધીધામ, તા. 16 : રાપર તાલુકાના ડાભુંડા ગામમાં દેશી શરાબના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે રાપર પોલીસે આજે સવારના અરસામાં આ કાર્યવાહી કરી હતી. જી.જે.09.એકસ 3346 નંબરની રિક્ષામાં આરોપી અજિતસિંહ ઉર્ફે અર્જુનસિંહ મંગળસિંહ સોઢાના કબ્જામાંથી રૂા. ચાર હજારની કિંમતનો દેશી દારૂ કબ્જે કરાયો હતો. બાદમાં ડાભુંડા ગામની સીમમાંથી  દેશી દારૂ બનાવાનો આથો ઝડપી પાડવામાં  આવ્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન અશોક વીરા રાઠોડ પોલીસને હાથ તાળી આપી નાસી ગયો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાગેડુ આરોપીને ઝડપવાના ચક્રો ગતિમાન  કર્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer