રવાપરમાં રહેણાંક મકાનમાંથી રૂ.71 હજારનો શરાબ ઝડપાયો

ગાંધીધામ, તા 16 : નખત્રાણા તાલુકાના રવાપર ગામમાં રહેણાંક મકાનમાંથી અંગ્રેજી પ્રકારના શરાબના જથ્થા સાથે પોલીસે બે શખ્શોને ઝડપી પાડયા હતા, જ્યારે એક આરોપી નાસી છુટયો હતો. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  પૂર્વ બાતમીના આધારે નખત્રાણા પોલીસની ટુકડીએ આજે સાંજના અરસામાં આ કાર્યવાહી કરી હતી. ભાડાંના રહેણાંકના મકાનમાં  આરોપીઓ શરાબની બોટલો  વેંચાણ માટે રાખી હોવાની બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી. આરોપીઓ વનરાજસિંહ ભુરૂભા ગોહીલ અને ચંદ્રકાંત કાનજી ઠક્કરના કબ્જામાંથી અંગ્રેજી પ્રકારના શરાબની જુદી જુદી બ્રાન્ડની  204 નંગ બોટલો કબ્જે કરી હતી. ઝડપાયેલા શરાબના જથ્થાની કિંમત રૂ.71,400 આંકવામાં આવી છે. આ કાર્યવાહી દરમ્યાન આરોપી યુવરાજસિંહ વજુભા જાડેજા નાસી ગયો હતો. તેને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કરાયાં છે. પોલીસે રૂ.500ની કિંમતનો   એક મોબાઈલ  ફોન કબ્જે કર્યો  હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer