કેન્સરનું સમયસર નિદાન થાય તો આ અસાધ્ય રોગ નિવારી પણ શકાય

આદિપુર, તા.16 : અહીંના કચ્છી ભાનુશાળી મહાજન ટ્રસ્ટ, આદિપુર ભાનુશાળી યુવા સર્કલ, ભાનુશાળી મહિલા મંડળ તેમજ માનવતા ગ્રુપ દ્વારા વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી.કચ્છી ભાનુશાળી સમાજવાડીમાં કાર્યક્રમનું દીપપ્રાગટય તબીબ ડો. દેવેન્દ્રભાઈ ઠક્કર, ડો.દિનેશભાઈ ભાનુશાળી, સમાજના પ્રમુખ પ્રહલાદભાઈ ભાનુશાળી, શિક્ષણવિદ કૈલાસ ભટ્ટ તેમજ માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદભાઈ દનીચાએ કર્યો હતો. ઉપસ્થિત તબીબો ડો. ઠક્કર તેમજ ભાનુશાળીએ કેન્સર થવાના કારણો તેમજ કેન્સરનું સમયસર નિદાન કરવામાં આવે તો તેને નિવારી શકાય છે તેમ જણાવી કેન્સરના વિવિધ પાસાઓ ઉપર પ્રકાશ પાડયો હતો, આદિપુર ભાનુશાળી સમાજના પ્રમુખ પ્રહલાદભાઈ ભાનુશાળી તેમજ માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદભાઈ દનીચાએ કેન્સરનું નિદાન કરાવવું સતત આર્થિક રીતે મોંઘું થઈ રહ્યું છે. ત્યારે ગરીબ દર્દીઓ આવા નિદાનથી વંચિત રહી જાય છે ત્યારે આયુર્વેદિક દવાઓ અને ઘરઘથ્થુ ઉપચારથી પણ કેન્સરને નિયંત્રિત કરી શકાય છે તેમ જણાવ્યું હતું. આયોજનમાં નવીનભાઈ ભાનુશાળી, ભરતભાઈ ભાનુશાળી, શંકરભાઈ ભાનુશાળી, વિનોદભાઈ ભાનુશાળી, લક્ષ્મીબેન ભાનુશાળી, પ્રીતિબેન ભાનુશાળી, ભક્તિબેન ભાનુશાળી તેમજ યુવા તેમજ મહિલા મંડળના સદસ્યોએ જહેમત ઉઠાવી હતી. સંચાલન હિતેશભાઈ ભાનુશાળી તેમજ પરેશભાઈ ભાનુશાળીએ કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer