ભુજમાં સાધનાત્મક મહોત્સવ પ્રસંગે ઋષિસત્તાએ આપેલો સંદેશ દોહરાવાયો

મિરજાપર, તા. 16 : ભુજ ગાયત્રી શક્તિપીઠના પ્રખર પ્રજ્ઞા સત્સંગ હોલ ખાતે વસંત પંચમી મહોત્સવ અનુસંધાને રામ શર્મા આચાર્યજીના આધ્યાત્મિક જન્મ દિવસ નિમિત્તે પ્રાત: કાળે ગાયત્રી યજ્ઞ, ગુરુ પૂજન, સરસ્વતી પૂજન, વાદ્ય પૂજન, મયૂર પૂજન કરાયા હતા. આ પ્રસંગે વ્યાસાસનેથી સંગીતા જોશીએ ઋષિસત્તા દ્વારા મળેલા સંદેશને દોહરાવ્યો હતો અને કહ્યું હતું કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વારના આદેશ મુજબ હાલના કુદરતી પ્રકોપો, વિષમ પરિસ્થિતિઓ સામે રક્ષણ હેતુ અને રાષ્ટ્રની શક્તિને સમર્થ બનાવવા, રોગોના જંતુઓ સામે ઝઝૂમવા માટે ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ, સાધના, ઉપાસના અને મંત્રજાપ કરવા અતિ આવશ્યક છે. જે માટે ગાયત્રી પરિવારનાપરિજનોનેચાલીસ દિવસીય ગાયત્રી મહામંત્રનુષ્ઠાનનો રતિલાલ સીતાપરાએ સંકલ્પ લેવડાવ્યો હતો. દિનેશ અંતાણીએ ગાયત્રી મંત્રની ઊર્જા અને તેના પ્રભાવ પર માહિતી આપી હતી. યુવાપેઢી ભારતીય સંસ્કૃતિને વૈજ્ઞાનિક પદ્ધતિથી સમજે એવો અનુરોધ કર્યો હતો. સાંજે ધ્યાન અમૃતવર્ષા અને દીપ યજ્ઞ દ્વારા કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer