લાખાગઢ સીમમાં 1.86 લાખના અંગ્રેજી શરાબ સાથે બે શખ્સની ધરપકડ

લાખાગઢ સીમમાં 1.86 લાખના અંગ્રેજી શરાબ સાથે બે શખ્સની ધરપકડ
ગાંધીધામ, તા. 14 : આડેસર પોલીસે ફિલ્મીઢબે પીછો કરી રાપર તાલુકાના લાખાગઢ ગામની સીમમાં એક ગાડીમાંથી  રૂા.1.86 લાખના દારૂના સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી.  પોલીસના સત્તાવાર સૂત્રોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, પૂર્વ બાતમીના આધારે પોલીસે  સણવા ગામના બસ સ્ટેશન પાસેથી ટવેરા  કાર નં.જીજે.01.એચ.આર.3272 ઉપર વોચ ગોઢવી હતી. પોલીસે આ ગાડીનો  લાખાગઢ ગામની સીમ સુધી પીછો કરી  ગાડીમાંથી પાર્ટી સ્પેશિયલ વ્હીસ્કી 750 એમ.એલ.ની બોટલ નં. 156 કિં. રૂા.54600, રોયલ ચેલેન્જ વ્હીસ્કી 750 એમ.એલ.ની બોટલ નં. 228 કિં. રૂા.102600, રોયલ કીંગ વ્હીસ્કી 750 એમ.એલ.ની બોટલ નં. 84  કિં. રૂા.29400, ટવેરા કાર કિં. રૂા. ચાર લાખ સહિત કુલે રૂા.586600નો મુદામાલ  પોલીસે કબ્જે લીધો હતો. આ  વેળાએ   આરોપી દિગ્વિજયસિંહ દેવેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ ધનશ્યામસિંહ જાડેજા  પકડાયો હતા તેમજ આરોપી રામા વજા ભરવાડ, રામા  વજા ભરવાડના ભાણેજનું નામ ખુલ્યું હોવાનું પોલીસે  ઉમેર્યું હતું. આ કાર્યવાહીમાં આડેસર  પી.એસ.આઈ. બી. વી. ચૂડાસમા, એ.એસ.આઈ. રમેશભાઈ પટેલ, બલભદ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ, નિકુલસિંહ ગોહિલ સહિતનો સ્ટાફગણ જોડાયો હતો.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer