વડીલો પાર્જિત જમીન ખાલી કરાવવાની વાતથી ચિંતા ફેલાઇ

વડીલો પાર્જિત જમીન ખાલી કરાવવાની વાતથી ચિંતા ફેલાઇ
ગુહર નાની / નારાયણ સરોવર (તા. લખપત), તા. 14 : ગુહર નાની તથા નારાયણ સરોવરના રહેવાસીઓએ વડીલોપાર્જિત જમીનને ખાલી કરાવવા જંગલ ખાતાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી ન કરાય તેવી કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી હતી.અંદાજે સોથી સવાસો ખેડૂતો વડીલોના સમયથી ખેતી કરી ગુજરાન ચલાવે છે, જે તેમની આવકનું સ્વતંત્ર સાધન રહેલું છે. દરમ્યાનમાં  વાદગ્રસ્ત જમીન અંગે સરકારે માપણી કરી ત્યારે 1975માં બિનઅનામત અને 1992માં અનામત રહેલી તે સંદર્ભે સરકારને અવાર-નવાર રજૂઆત કરાઇ, પરંતુ તે સમયના કલેક્ટરે શાંતિથી ખેતી કરવા જણાવી સમય સમયે જમીનની માપણી કરી પ્રત્યેક ખેડૂતને કાયદા મુજબ જે ખેડૂત પાસે પોતાની માલિકીની જમીન નહીં હોય તેને અપાશે, તે પ્રકારના સરકારના લાગણીભર્યા વલણથી અત્યાર સુધી રાહ જોઇ  અને રાજ્ય સરકારના ઘરવિહોણા અને ખેતીવિહોણા ખેડૂતને જે લાભ અપાય છે તેની રાહ જોઇ, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી વન ખાતાના અધિકારીઓના  નામજોગ ઉલ્લેખ કરી અવાર-નવાર ખાનગી ઉદ્યોગ માટે જમીનની જરૂર છે એમ જણાવી ખાલી કરી આપવા જણાવેલું, નહીં તો ફરજમાં રૂકાવટ  બદલ  પોલીસમાં  ફરિયાદ કરવા સાથે અશોભનીય વર્તન કર્યા અંગે કલેક્ટરને રજૂઆત કરી હતી. જમીન ખાલી કરવા અંગે કોઇ નોટિસ આપ્યા વિના, પંચનામું કર્યા વિના તેમજ બીજી જગ્યાએ ખેતી વિષયક જમીન આપ્યા વિના ગેરકાયદેસર કબ્જો લેવા ધાકધમકી કરાતી હોવાનો આક્ષેપ કરી જ્યાં સુધી જમીની માગણી નાયબ કલેક્ટર નખત્રાણામાં છે ત્યાં સુધી કોઈ કાયદાની પ્રક્રિયાઓ અનુસર્યા સિવાય કબ્જો ધસે નહીં તે માટે અમારી જમીનનું રક્ષણ કરવા આપને સદરહુ આવેદનપત્ર આપીએ છીએ, જેથી દરમ્યાનગીરી કરવા નમ્ર અરજ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer