સમાજ અને ધર્મના ઉત્કર્ષમાં થયેલો ખર્ચ લક્ષ્મીમાં પરિવર્તિત થાય

સમાજ અને ધર્મના ઉત્કર્ષમાં થયેલો ખર્ચ લક્ષ્મીમાં પરિવર્તિત થાય
કોડાય (તા. માંડવી) તા. 14: અહીંનું પ7પ વર્ષ પુરાણું કોટેશ્વર મહાદેવ મંદિર પંથકભરમાં આસ્થાનું કેન્દ્ર છે અને કુદરતી રમણીય આ જગ્યા અનેરો મહિમા ધરાવે છે. આ મંદિરના મુખ્ય પ્રવેશદ્વારનું ખાતમુહૂર્ત નવનીત પરિવારના બિપિનભાઈ ગાલાના હસ્તે થયું હતું. કોટેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ અને કોડાય-મદનપુરા વિષ્ણુ સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમમાં માતબર રકમ 11 લાખનું દાન આપનાર બિપિનભાઈ ગાલાનું વિશેષ સન્માન કરાયું હતું. ગંગામા  (ખોડલધામ) પ્રવીણભાઈ વડગામા (આર્કિટેક્ટ), મનસુખ રાબડિયા (કોન્ટ્રાકટર), અમૂલભાઈ દેઢિયા (જૈન મહાજન પ્રમુખ)નું પણ સન્માન થયું હતું. આ પ્રસંગે ગંગામાએ દાતા પરિવારની ભાવનાને બિરદાવતા નવનીત પરિવારના વતનપ્રેમની પ્રશંસા કરતાં ઉત્તરોત્તર પ્રગતિના આશીર્વાદ પાઠવ્યા હતા. લાખણીબાઈ રામજી ગાલા - નવનીત પરિવાર-રાયણનું ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર નિર્માણ પામશે. કશ્યપ શાત્રી (મોટા ભાડિયા)એ સમાજ ધર્મના ઉત્કર્ષ માટે થયેલ નાણાંનો ઉપયોગ લક્ષ્મીમાં પરિવર્તીત થાય છે તેમ જણાવ્યું હતું. કોટેશ્વર મહાદેવ પર પેઢી દર પેઢીની આસ્થા ધરાવતા નવનીત પરિવારે અગાઉ?પણ મંદિરના ગેટ-હોલ સહિતમાં  સહયોગી રહ્યા હતા.આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાણશીભાઈ ગઢવી, અમૂલભાઈ દેઢિયા, સરપંચ કાનજી પટેલ, પૂર્વ સંરપચ વિરલ જોષી, રાઘવદાન ગઢવી, ખેતશી ગઢવી (તલાટી), ચારણ સમાજ અગ્રણી પુનશીભાઈ ગઢવી, મેઘરાજ ગઢવી, પી. કે. સોલંકી, કેતન શિયાણી તેમજ કોડાય મદનપુરાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કોટેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી રામભાઈ ગઢવી, હરેશ ઠક્કર, કાનજી પટેલ, હરેશ જોષી, જેન્તી સેંઘાણી સહિત ઉપસ્થિત સૌને આવકાર્યા હતા. ભૂમિપૂજનની વિધિ કશ્યપ શાત્રી (મોટા ભાડિયા) અને શ્યામ જોષીએ કરી હતી. સંચાલન રાણશીભાઈ ગઢવી અને આભાર વિધિ પૂજારી નવીનગર ગોસ્વામીએ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer