જેમણે આંખ જેવું રતન ગુમાવ્યું છે તેવા પરિવારોની મદદ કરવી તેવો પરમાર્થ બીજો કોઇ ન હોઇ શકે

જેમણે આંખ જેવું રતન ગુમાવ્યું છે તેવા પરિવારોની મદદ કરવી તેવો પરમાર્થ બીજો કોઇ ન હોઇ શકે
મુંબઇ / ભુજ, તા. 14 : ક.વી.ઓ. દ્રષ્ટિ ફાઉન્ડેશન ફોર બ્લાઇન્ડના ઉપક્રમે મુંબઇના માટુંગા મુકામે 600 દ્રષ્ટિહીન પરિવારોને અનાજની કિટસનું વિતરણ?ગુજરાત રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઇ?છેડાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોલતાં શ્રી છેડાએ જણાવ્યું હતું કે, શરીરનું અમૂલ્ય અંગ એવું આંખનું રતન જેમણે ગુમાવ્યું છે તેવા દ્રષ્ટિહીન 600 પરિવારોને છેલ્લા 17 માસથી દર મહિને અનાજની કિટસનું વિતરણ કરી અને જે પુણ્યનું કાર્ય આ સંસ્થા કરે છે તેને સલામ.આ પ્રસંગે શ્રી છેડાએ ક.વી.ઓ. જૈન મહાજન ભુજ દ્વારા 100 અનાજની કિટસ પેટે?રૂા. 60,000ના દાનની જાહેરાત કરતાં જ થોડાક જ સમયમાં 300 અનાજની કિટસ માટે રૂા. બે લાખ જેટલું દાન દાનવીર દાતાઓ તરફથી પ્રાપ્ત થયું હતું. વધુમાં સંસ્થાની સમગ્ર ટીમને આવાં સુંદર કાર્ય કરવા માટે અભિનંદન આપ્યા હતા અને સમાજના વધુ ને વધુ લોકોને આ સેવાકીય કાર્યમાં જોડાવવા માટે અનુરોધ કર્યો હતો.આ કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે રતિલાલભાઇ?વેરશી?શાહ (ખારૂઆવાળા), દિનેશભાઇ ગાલા (ગાલા એન્ડ ભણશાલી ગ્રુપ) રહ્યા હતા.સંચાલન સંસ્થાના પ્રમુખ ભરતભાઇ ગડાએ કર્યું હતું. સ્વાગત પ્રવચન અને સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિની વિસ્તૃત માહિતી સંસ્થાના ટ્રસ્ટી ડો. રાજેશભાઇ વોરાએ આપી હતી. આભાર ટ્રસ્ટી જિતેન્દ્રભાઇ સાવલાએ માન્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer