પંચાયતી લક્ષ્યાંકોને પરિણામલક્ષી બનાવો

પંચાયતી લક્ષ્યાંકોને પરિણામલક્ષી બનાવો
ભુજ, તા. 14 : પ્રવાસનની સાથો સાથ અધિકારીઓની બેઠકો દ્વારા લોકલક્ષી બની રહેલા સફેદરણના ધોરડો ખાતે આજે જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીઓ અને જિ. પં.ના શાખાધ્યક્ષોની બેઠક યોજી લક્ષ્યાંકોને પરિણામલક્ષી બનાવવાની સૂચના આપી થયેલી કાર્યવાહીની સમીક્ષા કરી હતી. ડીડીઓ પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ડીઆરડીએના નિયામક મેહુલ જોશી, નાયબ ડીડીઓ મહેસૂલ ગૌરાંગ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા.અધ્યક્ષસ્થાનેથી ડીડીઓ શ્રીજોશીએ બેઠકમાં દરેક યોજનામાં નાણાંકીય વર્ષ 2019-20ના લક્ષ્યાંકો પર ધ્યાન કેન્દ્રિત કરી સિદ્ધિ માટે પરિણામ લક્ષી કાર્યવાહી કરવા, કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધાયેલા ખેડૂતોને કિસાન ક્રેડીટ કાર્ડ આપવા માટે ગ્રામસેવક/તલાટીઓને ફાળવેલા ગામોએ હાજર રહી ખેડૂતોનો સંપર્ક કરી નિયત દસ્તાવેજ મેળવી સંબંધિત બેન્કમાં સમયમર્યાદામાં રજૂ કરવા જણાવાયું હતું. તાલુકા વિકાસ અધિકારીઓને સરકારી મિલકત ઓનલાઈન એન્ટ્રી કરવા, જે ગ્રામ પંચાયતોની આકારણીને ચાર વર્ષ પૂર્ણ થયા છે, તેમને નવી આકારણી કરવા, જન્મમરણની એન્ટ્રી અને વેરિફિકેશન બાકી હોય તો વહેલી તકે પૂર્ણ કરવા, સીએમ ડેશબોર્ડના કી પરફોર્મન્સ ઈન્ડીકેટર પર સઘન મોનિટરિંગ કરવા, એસે ઓફ લિવિંગ, સર્વેક્ષણ તથા વેરિફિકેશનના કામો પૂરા કરવા જણાવ્યું હતું. આ બેઠક સાથે વહીવટી, તાંત્રિક અને યોજનાકીય મુદ્દાઓ, 14માં નાણાપંચ અંતર્ગત મંજૂર થયેલા કામો, પૂર્ણ થયેલા કામો, કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓ, વિવિધ વિકાસના યોજનાકીય કામો બાબતે સ્થળ નિરીક્ષણ, સઘળા સરકારી લેણાની વસુલાત, ગ્રામવિકાસ વિભાગની યોજનાઓ, બાકી પેન્શન કેસો, ખાતાકીય-પ્રાથમિક તપાસ વિગેરેની સમીક્ષા કરી હતી.એજન્ડાના મુદ્દાઓ ઉપરાંત કૃષિ સહાય પેકેજના ચૂકવણા અને ખેડૂતોની આવેલી અરજીઓ અંગે ચર્ચા કરાઈ હતી. આંગણવાડી, આરોગ્ય સબસેન્ટર, રસ્તાના કામો, ઓડિટપારા, વીમાના પડતર કેસો, ઉચ્ચતર પગાર ધોરણના કેસોની સમીક્ષા કરી હતી.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer