બંને આંખના રંગમાં ફરકે આદિપુરની યુવતીને રેકર્ડ બુકમાં મળ્યું સ્થાન

બંને આંખના રંગમાં ફરકે આદિપુરની યુવતીને રેકર્ડ બુકમાં મળ્યું સ્થાન
ગાંધીધામ, તા. 14 : કુદરતી રીતે જ પોતાની બંને આંખની કીકીના રંગમાં ફરક હોવાથી આ બાબતે આદિપુરની યુવતી કરિશ્મા એ. માનીને ઈન્ડિયા રેકર્ડ બુકમાં સ્થાન મળ્યું હતું. ઈન્ડિયા બુક ઓફ રેકર્ડ દ્વારા બંને આંખના રંગમાં તફાવતના આ કરિશ્માની નોંધ લેવાતા આદિપુર-ગાંધીધામ સંકુલે ગૌરવની લાગણી અનુભવી હતી. સિંધી શોર્ટ ફિલ્મમાં અભિનય ક્ષેત્રે, કાર્યક્રમોમાં એન્કર તથા મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત કરિશ્માને ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer