અંધૌમાં એરંડાના ઓછા બિયારણથી વધુ પાક મેળવવાની માહિતી અપાઈ

અંધૌમાં એરંડાના ઓછા બિયારણથી વધુ પાક મેળવવાની માહિતી અપાઈ
સુમરાપોર (તા. ભુજ), તા. 14 : તાલુકાના સરહદી વિસ્તારના લોકો મુખ્યત્વે સૂકી ખેતી વરસાદ આધારિત ખેતી પર નિર્ભર છે. પચ્છમ પાશી-પાંચાડાના અભણ-ખેડૂતોને ખેતી વિષયક પદ્ધતિ બિયારણની જરૂરી જાણકારી મળી રહે તો સારી જમીનો મારફતે લાખો રૂપિયાનું વાર્ષિક ઉત્પાદન સારા વર્ષમાં થાય  તેથી આર્થિક નબળા ખેડૂતોની સ્થિતિ પણ સુધરે.તંત્ર દ્વારા કયારે પણ ખેડૂતોલક્ષી વર્કશોપ કે બેઠકનું આયોજન કરાતું નથી. પણ તાજેતરમાં અંધૌ ગામે સાગરલક્ષ્મી એગ્રીસીડ્સ પ્રા. લિ. અમદાવાદ દ્વારા એરંડા બિયારણ  સાગર ગોલ્ડની પાકની માહિતી આપતો વર્કશોપ યોજાયો હતો.પચ્છમ પાશીના 160 થી  વધારે ખેડૂતો હાજર રહ્યા હતા. કંપની મેનેજર જીતુભાઈએ એરંડા બિયારણ સાગર ગોલ્ડની ઓછા બિયારણની જરૂરિયાત અને વધુ ઉત્પાદન, એક જ છોડમાં ત્રણ કિલોનું ઉત્પાદન થાય છે. વાવેતરમાં કેટલું અંતર-કાળજી વગેરેની માહિતી આપી હતી.છેલ્લા ચાર વર્ષથી આ બિયારણ વાપરીને નોડે હુસેનભાઈએ સારું એવું ઉત્પાદન મેળવ્યું તે બદલ સન્માન કરી આશ્વાસન ઈનામ અપાયું હતું. રતડિયાના જામોતર રાયબજીના પ્રમુખસ્થાને યોજાયેલા વર્કશોપમાં જામકુનરિયા, તુગા, કાઢવાંઢ, જુણા, રતડિયા, દિનારા, ખાવડા, ખારી, સાંયલા, અંધૌ, પૈયા, ઢોરી, સુમરાસર, વગેરે ગામોના ખેડૂતોએ હાજર રહી વિશેષ જાણકારી મેળવી હતી. ખેડૂતોમાં જુમા હમીર, ઓસમાણભાઈ, અલાદિના મોડ, પ્રાણલાલભાઈ, હાસમભાઈ નોડે, મિયાંજી સાલેભાઈ  વગેરે હાજર રહ્યા હતા.  મહેમાનોનું સ્વાગત સોયલાના સરપંચ દાઉદભાઈ નોડેએ અને આભારવિધિ ચમનલાલભાઈ કેસરિયાએ કરી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer