કચ્છમાં વિષમતા વચ્ચે તાપની અસરથી શિયાળુ ઠાર ઓસર્યો

ભુજ, તા. 14 : મહા મહિનો પૂરો થવામાં હજુ નવ દિવસ બાકી છે ત્યારે રાજ્યભરની સાથોસાથ કચ્છમાં પણ ઉષ્ણતામાપક પારો ઊંચો જવાથી દિવસ દરમ્યાન તડકાની અસર તળે હૂંફાળું હવામાન અનુભવાઈ રહ્યું છે. જિલ્લા મથક ભુજથી માંડીને વાગડ પંથક, સીમાવર્તી રણકાંધીના વિસ્તારો સહિત મોટાભાગનાં સ્થળો પર પારો 30 ડિગ્રી સેલ્સિયસથી ઊંચે ગયો છે. છેલ્લા ત્રણેક દિવસથી તપવા માંડેલા તડકાથી ઉનાળાનાં એંધાણ મળવા માંડયાં છે. અલબત્ત, વહેલી સવાર અને મોડી રાત્રે હજુયે વર્તાતા ઠંડકના ચમકારા સાથે દિવસની તપતથી વાતાવરણમાં વિષમતાએ બેવડી મોસમ સર્જી નાખતાં આરોગ્ય પર અવળી અસર કરી છે.ભુજમાં શુક્રવારે 32.6 ડિગ્રી સેલ્સિયસ સાથે સવાર ઊગતાં જ અસર બતાવનારા તાપે ભેજને વિખેરી નાખ્યો હતો. એ જ રીતે રાપર અને ખાવડામાં 31 ડિગ્રી સાથે હવામાં ઉનાળુ અસર અનુભવાઈ હતી. નલિયામાં 31.6 ડિગ્રી મહત્તમ તાપમાન સામે ન્યૂનતમ તાપમાન 14 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી નીચું રહ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer