કચ્છ યુનિવર્સિટીની વિવિધ 15 પરીક્ષાનાં પરિણામ જાહેર

ભુજ, તા. 14 : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા શુક્રવારે અનુસ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોની કુલ 15 પરીક્ષાના પરિણામ એકસાથે જાહેર કરાયાં હતાં. આ તમામ પરીક્ષા જૂન-2016માં લેવાઈ હતી.એમએસસી, જીઓલોજીના પ્રથમ વર્ષમાં પ્રથમ સેમેસ્ટરમાં 53માંથી 47, એમએસસી, ગણિતના પ્રથમ વર્ષ, પ્રથમ સેમેસ્ટરમાં 46માંથી 23, એમએસસી, કેમિસ્ટ્રીના પ્રથમ વર્ષના પ્રથમ સેમેસ્ટરમાં 94માંથી 68, એમએસસી પર્યાવરણ વિજ્ઞાનના પ્રથમ સેમેસ્ટરમાં 44માંથી 24, એમએસસી, કેમેસ્ટ્રીના બીજા વર્ષમાં ત્રીજા સેમેસ્ટરમાં 75માંથી 67, એમએસસી, પર્યાવરણ વિજ્ઞાનના બીજા વર્ષમાં ત્રીજા સેમેસ્ટરમાં 22માંથી 19, જીઓલોજીના બીજા વર્ષના ત્રીજા સેમેસ્ટરમાં 38માંથી 37, મેથ્સના બીજા વર્ષમાં ત્રીજા સેમેસ્ટરમાં 32માંથી 22 છાત્ર સફળ રહ્યા હતા. એમબીએના પ્રથમ વર્ષ, પ્રથમ સેમેસ્ટરમાં51માંથી 35, બીજા વર્ષના ત્રીજા સત્રમાં 17માંથી 11, ત્રીજા વર્ષના પાંચમાં સેમેસ્ટરમાં 12માંથી 8, ચોથા વર્ષના સાતમા સેમેસ્ટરમાં પાંચમાંથી 1, પાંચમા વર્ષના નવમા સેમેસ્ટરમાં છમાંથી પાંચ છાત્ર સફળ રહ્યા હતા. એમપીએના પ્રથમ વર્ષના પ્રથમ સેમેસ્ટરમાં 13માંથી નવ, એમપીએના બીજા વર્ષના ત્રીજા સેમેસ્ટરમાં પાંચમાંથી ત્રણ છાત્ર સફળ રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer