કુંદરોડીમાં ગળેફાંસો ખાઇને યુવતીની અકળ આત્મહત્યા

ભુજ, તા. 14 : મુંદરા તાલુકાના કુંદરોડી ગામે જમીલાબેન હુશેનભાઇ હાલેપોત્રા (ઉ.વ. 32)એ કોઇ અગમ્ય કારણોથી પ્રેરાઇ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.  મુંદરા પોલીસે આપેલી માહિતી મુજબ મરનાર જમીલાબેન હાલેપોત્રા કુંદરોડીમાં તેના ઘરમાંથી ગત ભાંગતી રાત્રે ફાંસો ખાધેલી હાલતમાં મૃત લટકતી મળી આવી હતી. આ પછી આ વિશે તેના પિતા હુશેનભાઇ વલીમામદે પોલીસમાં જાણ કરી હતી.  મરનારે કયા કારણે આત્મહત્યા કરી તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer