મોટા કપાયા જૂથ અથડામણ કેસમાં બે સગીર નિર્દોષ ઠર્યા

ભુજ, તા. 14 : મુંદરા તાલુકાના મોટા કપાયા ગામે મે-2012માં બનેલા બે જૂથની અથડામણ અંતર્ગતના એટ્રોસિટી સહિતની જુદી-જુદી આઠ કલમો તળેના ચકચારી કેસમાં સગીર વયના બે આરોપીઓને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડ બાળ અદાલત દ્વારા નિર્દોષ મુક્ત કરતો ચુકાદો અપાયો હતો. આ માટે અત્રેની સેશન્સ કોર્ટમાં ફોજદારી અપીલ દાખલ કરાઈ હતી. જે અપીલ કોર્ટમાં ચાલતા અધિક સેશન્સ જજ આર. વી. મંદાણીએ નીચેની કોર્ટે 39 દસ્તાવેજી આધાર-પુરાવાઓનું મૂલ્યાંકન બાદ બન્ને સગીર આરોપીઓ નિર્દોષ મુક્તના આપેલા ચુકાદાને યોગ્ય ઠેરવીને અરજદારની અપીલ નામંજૂર કરી હતી. બન્ને આરોપીઓના બચાવપક્ષે વકીલ મનીષ પી. નાકર રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer