ગાંધીધામમાં યુવાન ઉપર ચાર જણે કર્યો હુમલો

ગાંધીધામ, તા. 14 : શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર પાસે એક યુવાનને રોકી ચાર શખ્સોએ તેના ઉપર લોખંડના પાઈપ, હોકી, લાકડી વડે હુમલો કર્યો હતો.   શહેરના વાવાઝોડા કેમ્પ વિસ્તારમાં રહેનારા વિનોદ બલજીતસિંઘ દાનિયા નામનો યુવાન કાસેઝની કંપનીમાં કપડા શોર્ટીંગ કરાવવાની કામગીરી કરે છે. આ ફરિયાદી યુવાન અગાઉ કંપનીમાંથી નીકળતો વેસ્ટેજ માલ ખેરાજ ઉર્ફે ખેરીયો દામજી મારાજને આપતો હતો. પરંતુ તેણે માલ આપવાનું બંધ કરી નાખતા આ શખ્સ ઉશ્કેરાયો હતો. ગઈકાલે સાંજે આ યુવાન ગુ.હા. બોર્ડ વિસ્તાર પાસે ઝીરવાળા પીરની જગ્યાએથી પગપાળા આવી રહ્યો હતો ત્યારે ખેરીયા મારાજ તથા તેના દીકરા હિતેશ મારાજે આ ફરિયાદીને રોકયો હતો અને તેના પર લોખંડના પાઈપ, હોકી વડે હુમલો કર્યો હતો.  બાદમાં પાછળથી આવેલા મિથુન તથા એક અજાણ્યા શખ્સે લાકડી વડે આ યુવાન ઉપર હુમલો કરી આ ચારેય શખ્સો નાસી ગયા હતા. પોલીસે મારામારીના આ બનાવમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer