ડીપીટીમાં જૂની પદ્ધતિ હાલે ચાલુ રખાતાં મામલો થાળે પડયો

ગાંધીધામ, તા. 14 : સામાન્ય ભવિષ્યનિધિ (જી.પી.એફ.)માંથી એડવાન્સ ઉપાડના મુદે્ દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના નાણાં વિભાગે અચાનક નવી પદ્ધતિ અખત્યાર કરતાં ગઈકાલે બે લેબર ટ્રસ્ટીઓએ ઉગ્રતાથી રજૂઆત કરતાં ભારે વિવાદ સર્જાયો હતો. પછીથી ડીપીટી અધ્યક્ષે દરમ્યાનગીરી કરીને હાલ તુરત જૂની પદ્ધતિ ચાલુ રાખવા સૂચવતાં મામલો થાળે પડયો હતો.ડીપીટીના જનસંપર્ક વિભાગે જારી કરેલી એક અખબારી યાદીમાં જણાવાયા મુજબ ડીપીટીનો નાણાં વિભાગ એક ફન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યો છે. જે વ્યવસ્થા પેન્શન વિભાગમાં લાગુ થઈ ગઈ છે. જેને શિપિંગ સચિવે પણ બિરદાવી છે.ફંડ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવાની દિશામાં પણ પ્રક્રિયા શરૂ કરાઈ છે. જેની સામે કામદાર સંગઠને વાંધો ઉઠાવ્યો છે. ફંડમાંથી એડવાન્સ અને ઉપાડના કિસ્સામાં જરૂરી દસ્તાવેજી આધારો માગવાની બાબત દૂર કરવાની માગણી છે. જ્યાં સુધી ડીપીટી અધ્યક્ષ સ્થાનિકે હાજર ન થાય ત્યાં સુધી કામચલાઉ રીતે જૂની પદ્ધતિ જારી રહેશે તેવુંજનસંપર્ક અધિકારીએ જણાવ્યું હતું. ફંડમાંથી ઉપાડના મુદે થઈ રહેલી કનડગત ગેરવાજબી હોવાથી સંગઠનોએ વિરોધ કર્યો હતો. હાલ તુરત આ બાબત ઉપર પૂર્ણવિરામ મુકાતાં મામલો થાળે પડયો હતો. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer