આંગણવાડી કાર્યકરો, હેલ્પરોના પગાર વધારાની માત્ર વાતો જ થઇ

આણંદપર (યક્ષ) (તા. નખત્રાણ), તા. 14 : આંગણવાડીની બહેનોની કામગીરી ખૂબ વધી ગઇ છે. જેની સામે કાર્યકરોનો પગાર માત્ર 7200 અને કામગીરીનો સમય સવારે નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી હોવા છતાં મહેનતાણું સાવ નજીવું છે.કાર્યકર અને હેલ્પરો દ્વારા આઇ.સી.ડી.એસ. તરફથી અઢળક માહિતી અને કામગીરી કરાવાય છે. તેમને રાજી રાખવા સરકારે ઓકટોબર 2018માં 1500 રૂપિયા પગાર વધારવાની જાહેરાત કરી હતી. તેની આજ દિન સુધી અમલવારી થઇ નથી. ત્યારબાદ ફેબ્રુઆરી '19ના બજેટમાં રાજ્ય સરકારે 900 રૂપિયા પગાર વધારાની   જાહેરાત કરી, પણ પગાર વધારો આપ્યો નથી. બહેનોએ જણાવ્યું હતું કે, જો પગાર વધારો આપવો જ ન હોય તો શા માટે મોટી જાહેરાતો કરે છે. વધારા માટે આંગણવાડીની બહેનો ઉપવાસ આંદોલન કર્યા છતાં સરકાર આંખ આડા કાન કરી દે છે. બીજા કર્મચારીઓના અધધધ પગાર હોય છે. જ્યારે કાર્યકર બહેનોને મામુલી પગાર અપાય છે, તેવું આંગણવાડી કાર્યકરો અને હેલ્પર બહેનોએ ઉમેર્યું હતું.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer