ગાંધીધામની નવી મામલતદાર કચેરી માટે ગતિવિધિ હાથ ધરાઈ

ગાંધીધામ, તા. 14 : આ પંચરંગી સંકુલના ડી.સી. પાંચ વિસ્તારમાં અંદાજિત 9.15 કરોડના ખર્ચે  નવી મામલતદાર કચેરીની ઈમારત બાંધવા માટે  સ્થાનિક કક્ષાએથી દરખાસ્ત કરાઈ હોવાની વિગતો સપાટી ઉપર આવી હતી. આ સરકારી કાર્યાલયના અદ્યતન બિલ્ડિંગ માટે નકશા  સહિતની તૈયારી થઈ ચૂકી હોવાનું જાણકારોએ જણાવ્યું હતું.કચ્છના  આર્થિક પાટનગર  તરીકે જાણીતા આ  શહેરનો ચોતરફ   વિકાસ  થવા લાગ્યો છે.  આદિપુરના લોકોને છેક  ગાંધીધામ સુધી લાંબા ન થવું પડે તેવા હેતુસર તંત્ર દ્વારા મોટાભાગના સરકારી તંત્રોની  કચેરીઓને  ગાંધીધામ અને આદિપુરની  મધ્યમાં  રાખવામાં  આવે છે. હાલમાં ડી.સી. પાંચ વિસ્તારમાં પૂર્વ કચ્છ પોલીસવડાની કચેરી, ગાંધીધામ તાલુકા પંચાયત, ગાંધીધામની અદાલત ધમધમી રહી છે.હવે આ સરકારી કાર્યાલયની બાજુમાં જ ગાંધીધામની નવી મામલતદાર કચેરીની  ઈમારત બાંધવા તંત્રને જમીન ફાળવવામાં આવે છે.પૂર્વ કચ્છ પોલીસવડાની કચેરી તથા ગાંધીધામ તાલુકા પંચાયતની નજીક ફાળવવામાં આવેલી આ જમીનમાં  બે માળનું બિલ્ડિંગ બાંધવા માટે નિર્ણય લેવાયો  છે. જેમાં નીચે ગ્રાઉન્ડ ફલોરમાં ઈ-ધરા કેન્દ્ર, જનસેવા કેન્દ્ર, રેકર્ડ રૂમ, પ્રથમ માળે  વિશાળ કોન્ફરન્સ રૂમ, મામલતદાર તથા નાયબ મામલતદારના કક્ષ, રેકર્ડ રૂમ, વેઈટિંગ વિસ્તાર, કલાર્ક  અને ઓપરેટરનો કક્ષ તથા સબ રજિસ્ટ્રાર  વિભાગનો રૂમ તેમજ બંને માળે  શૌચાલય, ઈલેકિટ્રક રૂમ, પેયજળ માટે વિભાગ સહિતની  બાબતોનો  સૂચિત લે આઉટ પ્લાનમાં સમાવેશ  કરાયો છે. 4600 ચો. મીટરમાં    ભવિષ્યમાં આકાર લેનાર   અદ્યતન ઈમારત માટે  માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજિત 9.15 કરોડના ખર્ચ  આંકવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.ગાંધીધામના મામલતદાર શ્રી હીરવાણિયાનો  સંપર્ક કરતાં તેમણે  નવી મામલતદાર કચેરીની ઈમારતના બાંધકામ માટે દરખાસ્ત  કરાઈ  હોવાનું   કહ્યંy હતું. હાલમાં જરૂરી પૂર્તતા કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું.મહેસૂલી વિભાગની આ  કચેરીના કર્મચારીઓના રહેણાંક માટે સ્ટાફ કવાર્ટરની જમીન પણ ફાળવાઈ ચૂકી છે.અત્રે બાંધકામ અર્થે પણ  જરૂરી પ્રક્રિયાચાલી રહી છે. ગાંધીનગરકક્ષાએ  ગ્રાન્ટની ફાળવણી  બાદ કચેરીનું  કામ આગળ ધપી શકશે તેવું જાણકાર  સૂત્રોએ જણાવ્યું હતું.નોંધપાત્ર છે કે, સ્થાનિક રાજકીય અગ્રણીઓ દ્વારા સમયાંતરે  રજૂઆતો કરવામાં  આવતાં ગ્રાન્ટનો પ્રશ્ન સરળતાથી ઉકેલી શકાય      એમ છે.   

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer