કચ્છમાં રસ્તાનાં કામોમાં ગેરરીતિ આચરાતી હોવાની ઊઠેલી ફરિયાદ

ભુજ, તા. 14 : કચ્છ જિલ્લામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર તથા જિલ્લા મથકને જોડતા ગ્રામ્ય માર્ગોના નિર્માણની કામગીરી સુચારુ ઢબે તથા પારદર્શક રીતે થાય તે માટેકચ્છ જિલ્લામાં માર્ગ અને મકાન  રાજ્ય અને પંચાયત એમ બે વિભાગ કાર્યરત છે, પરંતુ મોટી સાંઠગાંઠથી ભ્રષ્ટાચાર આચરાતો હોવાની ફરિયાદ  ઊઠી છે.હાલમાં જિલ્લા પંચાયત હસ્તકનાં કામોના ટેન્ડરિંગ કરી મનગમતી એજન્સીઓની સિન્ડીકેટથી કરોડોનું ભ્રષ્ટાચાર આચરાયું, જેમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયતના તમામ જવાબદારોની ભૂમિકા હતી, જેની પણ આજદિન સુધી કોઇ જ નક્કર કાર્યવાહી કરાઇ નથી, જે દુ:ખદ છે. તેવું જિલ્લા કોંગ્રેસના મહામંત્રી ડો. રમેશ ગરવાએ જણાવ્યું હતું.માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકનાં કામો ભુજિયા સ્મૃતિવન, ભુજ-મુંદરા રોડ, ભુજ માંડવી રોડ, ભુજ દુધઇ રોડ, ભુજ-ધોરડો રોડ કામોમાં તમામ પ્રકારના નિયમો નેવે મૂકી નીચા ભાવે કામ કરાવી માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરાયો છે.હાલમાં ભુજ તાલુકાના માધાપરનાં કામોમાં ના.કા. ઇજનેર તથા સ્થાનિક ભાજપ નેતાના ઇશારે તથા એજન્સીઓની સાંઠગાંઠથી  મસમોટું કૌભાંડ આચરાયું છે. અન્ય ગ્રામ્ય ક્ષેત્રના માર્ગ માધાપરમાં બનાવી, નબળા કામો, ફરિયાદોનો જવાબ ન આપી કરોડોનો ભ્રષ્ટાચાર આચરાયો છે. જે બાબતે ના.કા.ઇ. પંચાયત વિભાગના ના.કા. ઇજનેર સીધી રીતે જવાબદાર છે તેવું તેમણે  જણાવ્યું હતું. કોંગ્રેસ પક્ષ માર્ગ નિર્માણના કામોના ભ્રષ્ટાચાર બાબતે  લડત ચલાવી રહી છે, છતાં પગલાં લેવાતાં નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer