પ્લાસ્ટિકના ઉપયોગથી ઉદ્ભવતા ખતરા વિષયે ભુજમાં આજે ચિત્રસ્પર્ધા

ભુજ, તા.14 : `પ્લાસ્ટિકના ઉપયોગથી ઉદ્ભવતા ખતરા' વિષયે ભુજની શાળાના બાળકો માટે ચિત્રસ્પર્ધા તા. 15/2ના શનિવારે પેન્શનર ઓટલા, હમીરસર પાસે, ભુજ ખાતે બપોરે 4થી સાંજે 7 વાગ્યા સુધી યોજાશે. સાંપ્રત સમયમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો બહોળો વપરાશ વધી રહ્યો છે, જેના કારણે વિવિધ સમસ્યાઓ સર્જાઇ રહી છે. આ સંદર્ભમાં જનજાગૃતિના ભાગરૂપે ભુજ નગરપાલિકા, `સ્વમાન' સંસ્થા અને ભુજ શહેરના નાગરિકોનો પોતિકો મંચ `ભુજ બોલે છે' તેમજ શહેરની શાળાઓ અને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભુજ શહેરની શાળાના બાળકો માટે `પ્લાસ્ટિકના ઉપયોગથી ઉદ્ભવતા ખતરા' વિષયે ચિત્રસ્પર્ધાનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં ભુજ અને ભુજ તાલુકાની શાળાના 300 જેટલા બાળકો ભાગ લેશે. આ ચિત્રસ્પર્ધાના માધ્યમથી બાળકો પોતાના વિચારો ચિત્ર સ્વરૂપે રજૂ કરશે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer