સુરત ખાતે ભારતીય વાયુસેનામાં `એરમેન'' તરીકે જોડાવવા આહ્વાન

ભુજ, તા. 14 : ભારતીય વાયુસેનામાં `એરમેન' તરીકે જોડાવા માંગતા ફક્ત અપરણિત પુરૂષ ઉમેદવારો માટે ગ્રુપ- ઢ (નોન-ટેકનીકલ) મેડીકલ આસીસ્ટન્ટ ટ્રેડ માટે તા.17-02-2020થી 20-02-2020 સુધી સવારે 6:00 કલાકથી સવારે 10:00 કલાક સુધી, સ્થળ:- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, ઉધના મગદલ્લા રોડ,વેસુ- સુરત ખાતે એરમેન ભરતી રેલીનું આયોજન કરાયું છે. જેમાં શૈક્ષણિક લાયકાત ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં ફીઝીક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી અને અંગ્રેજી સાથે સરેરાશ 50 ટકાથી પાસ અને અંગ્રેજી વિષયમાં 50 માર્ક સાથે પાસ હોવા જરૂરી છે. ઉમર મર્યાદા તા.17/01/2000થી તા.30/12/2003 વચ્ચે ઉમેદવાર જન્મેલા હોવા જોઈએ અને ઉમેદવારોની ઉંચાઈ લઘુતમ 152.5 સેમી હોવી જોઈએ. આ ભરતી રેલી સંદર્ભમાં વધુ વિગત માટે ઇન્ડિયન એરફોર્સની વેબસાઈટ www.airmenselection.cdac.in પર અથવા કમાન્ડીંગ ઓફિસર, 06-એરમેન સિલેક્શન સેન્ટર, એરફોર્સ સ્ટેશન, કોટન ગ્રીન- મુંબઈ ના ફોન નં-022-23714982 પર સંપર્ક કરવા વિનંતી છે. આ એરમેન ભરતી રેલીમાં કચ્છ જીલ્લાના લાયકાત ધરાવતા ઉમેદવારોને આ ભરતી રેલીમાં જોડાવવા જિલ્લા રોજગાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા અનુરોધ કરાયો છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer