ભુજમાં કાલે બજરંગદાસ બાપાની મઢુલીનો 12મો પાટોત્સવ ઊજવાશે

ભુજ, તા. 14 : સંત શિરોમણી બજરંગદાસ બાપાની મઢુલીનો 12મો પાટોત્સવ અહીં તા. 16/2ના રવિવારે પડદાભિટ્ટ હનુમાન રોડ, એસ.ટી. વર્કશોપની પાસે ઊજવાશે, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અંતર્ગત મહાઆરતી સાંજે 6.30 વાગ્યે તેમજ મહાપ્રસાદ 7.30 વાગ્યે યોજવામાં આવ્યો છે. ધર્મપ્રેમી ભાઇ-બહેનો આ ધાર્મિક પ્રસંગે ઉપસ્થિત રહેશે, એવું બાપા સીતારામ સેવા સમિતિની  યાદીમાં  જણાવાયું  છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer