ભચાઉ પાસે નિર્માણ પામશે `ગેટ વે ઓફ કચ્છ''

ભચાઉ પાસે નિર્માણ પામશે `ગેટ વે ઓફ કચ્છ''
અઝીમ શેખ દ્વારા-  ગાંધીધામ, તા. 13 : શહેરની આગવી ઓળખ ઊભી થાય તેવાં કામોનાં આયોજનના ભાગરૂપે ભચાઉ નગરપાલિકાની ડેવલાપિંગ એન્ટ્રી ઓફ ભચાઉ ટુ વર્ડસ ભુજ બેઝ `ગેટવે ઓફ કચ્છ' માટે લગભગ રૂા. 2.86 કરોડની ગ્રાન્ટની સૈદ્ધાંતિક મંજૂરી માટેની દરખાસ્તને મુખ્યમંત્રીએ મંજૂરી આપતાં કચ્છના ગૌરવમાં વધારા સમા ગુજરાતના સૌથી મોટા `ગેટ વે ઓફ કચ્છ'નું નિર્માણ થશે. આ કાર્યની શરૂઆત જલ્દી થાય તે માટે પ્રથમ હપ્તાની રકમ રૂા. 16 કરોડ 43 લાખ પ્રાદેશિક કમિશનર ન.પા. ઓ.-રાજકોટના ઝોનના હવાલે મૂકવાની મંજૂરી અપાઇ છે. ગેટવે ઓફ કચ્છના નિર્માણ?માટેની જમીનની ફાળવણી ભચાઉ નગરપાલિકા દ્વારા કરાશે. બીજી તરફ મંજૂર થયેલા `ગેટ વે ઓફ કચ્છ'નું બાંધકામ નક્કી કરેલા માપદંડોના આધારે જ કરાશે. તેના ઉપર ઉચ્ચતર કક્ષાએથી ચકાસણી કરાશે. જ્યારે આ માળખું ઊભું થઇ જશે ત્યારબાદની જાળવણીનું કામ ભચાઉ નગરપાલિકા દ્વારા કરવાનું નગરપાલિકાના પ્રમુખે કબૂલ કર્યું છે. મુખ્યમંત્રી શ્રી રૂપાણીની કચ્છ યાત્રા સમયે જ કચ્છના ગૌરવ સમ ગેટ?વે ઓફ કચ્છના નિર્માણની  જાહેરાત પ્રોત્સાહકરૂપ છે.આ અંગે ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ સરકારના નિર્ણયને આવકારીને જણાવ્યું કે, તેમની નગરપાલિકાની ટીમ ગેટ વે ઓફ કચ્છના નિર્માણ?માટે એકજૂટ બનીને કચ્છના પ્રવેશદ્વારને  એટલું સુંદર બનાવશે કે કચ્છમાં પ્રવેશનારાને આ વિસ્તારમાં આવતાં ગૌરવ થાય. માંડવી-મુંદરાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ પણ ગુજરાત સરકાર અને મુખ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો હતો. હવે કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે સફેદ રણ ઉપરાંત માંડવી બીચ પણ પ્રવાસીઓનાં આકર્ષણનું કેન્દ્ર બનશે ત્યારે `ગેટ વે ઓફ કચ્છ'નું નિર્માણ થયે પ્રવાસીઓને કચ્છ તરફ આ કર્ષવા સમર્થ બનશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer