ગાંધીધામના તસવીરકારની છબીને રાજસ્થાનના પ્રદર્શનમાં સ્થાન

ગાંધીધામના તસવીરકારની છબીને રાજસ્થાનના પ્રદર્શનમાં સ્થાન
ગાંધીધામ, તા. 13 : રાજસ્થાન વનવિભાગ દ્વારા આયોજિત બે દિવસીય ઉત્સવના તસવીર પ્રદર્શનમાં ગાંધીધામના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરની તસવીર નિદર્શન માટે મુકાઈ હતી.  ગાંધીધામના વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર પ્રતીક જોષીએ ગોલ્ડન જેકાર (શિયાળ), ઈન્ડિયન ફોક્સ (લોંકડી), જંગલી બિલાડીની તસવીરો લીધી હતી. જેને ઝલાવરમાં આયોજિત તસવીર પ્રદર્શનમાં  નિદર્શન માટે  મુકાઈ હતી. આ પ્રકારનું આયોજન યુવાઓમાં વન્ય જીવોની માહિતી  તથા જાગૃતિ માટે ઉપયોગી સાબિત થશે અને યુવાઓ પ્રકૃતિથી  નજીક આવશે  તેવું શ્રી જોષીએ જણાવ્યું હતું.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer