ભીમાસરની સીમમાં કેમિકલ પ્લાન્ટને મંજૂરી ન આપવા ગ્રામસભાનો ઠરાવ

ભીમાસરની સીમમાં કેમિકલ પ્લાન્ટને મંજૂરી ન આપવા ગ્રામસભાનો ઠરાવ
ભીમાસર (તા. અંજાર), તા. 13 : ભવિષ્યમાં ભોપાલ કાંડ જેવી પરિસ્થિતિ ન સર્જાય તેવા હેતુથી અહીંની ગ્રામસભાએ સીમમાં કેમિકલ યુક્ત પ્લાન્ટને મંજૂરી ન આપવા ઠરાવ પસાર કર્યો હતો. ગામના સર્વે નં. 479/2માં શ્રીગણેશ ઇથેનોલ પ્રોસેસીંગ પ્રા. લિ. કેમિકલ પ્લાન્ટ નાખવા આવતીકાલે તા. 11મી ફેબ્રુઆરીના લોક સુનાવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પરંતુ આ પ્લાન્ટ કેમિકલ યુક્ત તેમજ તેમાં જે ઇથેનોલ, સ્પીરીટ, ફ્યુઅલ તેલ, કાર્બન ડાયોક્સાઇડ, રસાયણો જેવા કે કેમિકલનો ઉપયોગ થવાનો છે તેનાથી ભવિષ્યમાં ગામને નુકસાનકારક થાય તેમ હોઇ આ બાબતે ગ્રામસભાએ ચર્ચા-વિચારણા કરી સર્વાનુમતે તેનો વિરોધ?નોંધાવવા ઠરાવ પસાર કર્યો છે તેમજ લોક સુનાવણીમાં કલેક્ટર દ્વારા આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં ન આવે તેવી માંગ કરાઇ?હોવાનું જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા વી. કે. હુંબલે યાદીમાં જણાવ્યું છે. આ પ્લાન્ટમાં જોખમી કેમિકલોનું ઉત્પાદન થવાનું હોઇ ભવિષ્યમાં ભોપાલ જેવી હોનારત સર્જાઇ?શકે તેમ છે તેમજ આ પ્રોજેક્ટના 200 મીટરના અંતરે જ ચેકડેમ અને ચકાસર તળાવ આવેલું હોઇ આ પાણી પણ દૂષિત થશે. આ પાણીનો ઉપયોગ લોકો તથા પશુ-પક્ષીઓ પણ?કરી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer