કુદરતી રેષા તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્ર વિતરિત કરાયાં

કુદરતી રેષા તાલીમ પૂર્ણ કરનાર બહેનોને પ્રમાણપત્ર વિતરિત કરાયાં
અંજાર, તા.13 : આરટીઆઈ ગાંધીનગરના માધ્યમથી અંજાર તાલુકાના મેઘપર (બોરીચી) ભગીરથ સોસાયટી ખાતે કુદરતી રેષા તાલીમ પૂર્ણ કરનારી તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ બેંક ઓફ બરોડના મેનેજર આશિષકુમારની હાજરીમાં યોજવામાં આવ્યો હતો. એનાર્ડે ફાઉન્ડેશન, અંજારના ડિસ્ટ્રીક્ટ આર.ડી.ઓ. પ્રભાતભાઈ મ્યાત્રાએ મેઘપર ખાતે પૂર્ણ કરેલા તાલીમવર્ગ તેમજ આ વિસ્તારમાં એનાર્ડેના માધ્યમથી ચાલતા સખી મંડળ દ્વારા સામૂહિક રીતે પર્સ બનાવટની કામગીરી કરાય છે અને તેના માર્કેટિંગ સહિતનું માર્ગદર્શન આપવામાં આવે છે, તેઓએ જણાવેલું કે સખી મંડળની માત્ર સ્થાપના નહીં પણ તેને કાયમી કેમ ટકાવવું તે દિશામાં આ સંસ્થા કામ કરી રહી છે. આ પ્રસંગે બેંક ઓફ બરોડાના મેનેજર જય પરીખે તાલીમાર્થીઓને બેંકની વિવિધ યોજનાનો લાભ લઈ આજના મોંઘવારીના જમાનામાં પોતાના પરિવારને મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. રાધેક્રિષ્ન સખી મંડળના પ્રમુખ ઉષાબેન મિશ્રા, મહિલા મંડળ, અંજારના પ્રમુખ કલાબેન પટેલ, યુનિટી સખી મંડળના પ્રમુખ મમતાબેન મંગાણી, નયનાબેન પટેલ, ઉર્મિલાબેન પટેલ, નેહાબેન પરમાર વગેરે હાજર રહ્યા હતા. એનાર્ડે ફાઉન્ડેશનના ફિલ્ડ વર્કર ડી.એમ. પ્રજાપતિએ આભારવિધિ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer