કિશાન ક્રેડિટ કાર્ડ ધિરાણ શરૂ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ

કિશાન ક્રેડિટ કાર્ડ ધિરાણ શરૂ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ
ભુજ, તા. 13 : બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા કચ્છ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન નિધિમાં નોંધાયેલા તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ ધિરાણ શરૂ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા માટે ખાસ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકી છે, જે પૈકી પ્રધાનમંત્રી કિસાન નિધિમાં નોંધાયેલા તમામ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ ધિરાણ હેઠળ આવરી લેવા તમામ બેન્કોને સૂચના અપાઈ હતી. કચ્છમાં પણ ભુજ ખાતે આ અંગે મોનિટરિંગ સેલ બનાવાયું છે. બરોડા ગુજરાત ગ્રામીણ બેંક દ્વારા કચ્છમાં 16,827 ખેડૂતાને રૂા. 406 કરોડનું કે.સી.સી. હેઠળ પાક ધિરાણ અપાયું છે. આમ છતાં જે ખેડૂતો કે.સી.સી. ધિરાણથી વંચિત છે તેમના માટે ખાસ ઝુંબેશ ગ્રામસભાઓ યોજી ધિરાણ પૂરું પાડવા આયોજન કરાયું છે. આજે લોડાઈ ગામે આ અંગેની ગ્રામસભા યોજાઈ હતી, જેમાં બેન્કના રિજિયોનલ મેનેજર જે.પી. રાઠોડે ગ્રામસભામાં સૌ ખેડૂતોનું સ્વાગત કરી બાકી રહી ગયેલા ખેડૂતોને કે.સી.સી. ધિરાણ સ્થળ ઉપર મંજૂરી આપવા જણાવ્યું હતું. ખેડૂતોને ખાતું નિયમિત કરવા જણાવ્યું હતું. ગામના 125 ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સભામાં રિજિયોનલ કચેરીના અધિકારી વી.બી. ભટ્ટ, લોડાઈના શાખા પ્રબંધક આઈ.સી. રૂપારેલે આયોજન કર્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer