માંડવીની શેઠ એસ.વી. કોલેજમાં થેલેસેમિયા પરીક્ષણ શિબિર યોજાયો

માંડવીની શેઠ એસ.વી. કોલેજમાં થેલેસેમિયા પરીક્ષણ શિબિર યોજાયો
ભુજ, તા. 13 : ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત રાજ્ય શાખા તેમજ ગુજરાત સરકાર- આરોગ્ય મંત્રાલય દ્વારા સમગ્ર કચ્છમાં થેલેસેમિયા પ્રિવેન્શન પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જે અંતર્ગત  તા. 17ના માંડવીની એસ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કેમ્પ યોજાયો હતો. જેમાં 121 સેમ્પલ લેવાયા હતા. રેડક્રોસની  કચ્છ શાખા, રોટરી વોલસિટી ભુજ તેમજ રોટરી માંડવીના સ્વયંસેવકો જોડાયા હતા. શરૂઆતમાં  કોલેજના આચાર્ય ડો. મહેશ બારડે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું, તે પછી ડો. મોલિન શાહ તેમજ  તુષાર ઠક્કર દ્વારા થેલેસેમિયા વિશે છણાવટ કરાઈ હતી.  ધર્મેશ મહેતા, દ્વિજેશ આચાર્ય, ભાવિન ઠક્કર, ડો. હર્ષદ ઉદેશી, વિનય ટોપરાણી, જુગલ સંઘવી, આદિલ ખોજા, તેજસ વાસાણી, મિલન મહેતા તેમજ રેડક્રોસ, રોટરી ક્લબના અન્ય સ્વયંસેવકો જોડાયા હતા. આભારવિધિ કોલેજના રામભાઇ ગઢવીએ કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer