`સુખ સાથે સંપર્ક રાખો સંબંધ નહીં'' વિષયે સમજ અપાઈ

`સુખ સાથે સંપર્ક રાખો સંબંધ નહીં'' વિષયે સમજ અપાઈ
ભુજ, તા. 13: આરાધના ભવન જૈન સંઘ ભુજના આંગણે તાજેતરમાં પ્રેમ-ભુવનભાનુ - જયઘોષ સૂરિશ્વરજી મ.સા.ના શિષ્ય સૂર્યકાન્ત વિજયજી મ.સા. તથા પૂ. મુનિ રવિકાંતવિજયજી મ.સા. તેમજ મુનિ જ્ઞાન-ધ્યાન વિજયજી મ.સા.ની નિશ્રામાં `સુખ સાથે સંપર્ક રાખો, સંબંધ નહીં' વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું. આ અવસરે સૂર્યકાન્ત વિજયજી મ.સા.એ ભાવિકોને પ્રતિબોધ કરતાં કહ્યું કે, સુખ કરતાં તેની આસક્તિ ભયંકર છે, આ મનુષ્ય જીવન શાશ્વત સુખોને પ્રાપ્ત કરવા માટે મળ્યું છે. લીમડો ગમે ત્યાંથી, ગમે ત્યારે ચાખો કડવો જ લાગશે. સાકર એક સો વર્ષ પછી પણ મીઠી જ લાગશે. કારણ કે તેનો સ્વભાવ છે. આજે સુખ આપતો પદાર્થ કાલે દુ:ખ પણ આપે. માટે આવા સુખ સાથે રાખવો હોય તો સંપર્ક રાખો, પરંતુ સંબંધ તો ક્યારેય નહીં. કારણ કે ફક્ત સંપર્ક રાખ્યો હશે તો વિયોગનું દુ:ખ નહીં સાલે માટે સાવધાન બની કહેવાતા આ સુખ સાથે ક્યારેય સંબંધ નહીં રાખવાની શીખ આપી હતી. આ પ્રસંગે સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઈ મહેતા સહિત વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યાનું મંત્રી ધીરજલાલ મહેતા તથા મીડિયા કન્વીનર વી.જી. મહેતાએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer