પ્રાગપરની યુવતીના ચારિત્ર્ય વિશે ક્લિપ વાયરલ કરનાર સામે ફોજદારી

ગાંધીધામ, તા. 13 : રાપર તાલુકાનાં પ્રાગપર ગામમાં રહેનાર એક યુવતી વિશે બીભત્સ વાતો મોબાઇલ ઉપર કરી તેને વાયરલ કરનાર મુંબઇગરા એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.પ્રાગપરમાં રહેનાર 26 વર્ષીય એક યુવતીએ મૂળ વોંધ હાલે મુંબઇમાં રહેતા દેવજી ધરમશી બંગાળી (પટેલ) વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ યુવતીએ અગાઉ પૂર્વ કચ્છ પોલીસવડા, ભચાઉ નાયબ પોલીસવડા અને રાપર પી.આઇ.ને લેખિત ફરિયાદ કર્યા બાદ આજે પોલીસના ચોપડે ગુનો નોંધાયો હતો. આ યુવતીનો કાકાઇ ભાઇ અને એક કિશોરી પ્રેમ સંબંધમાં નાસી ગયા હતા, આ અંગે મુંબઇમાં ફરિયાદ થતાં બન્ને પકડાઇ ગયા હતા. આ અંગે સમાધાન માટે યુવતીના કાકાઇ ભાઇએ દેવજી ધરમશી બંગાળી (પટેલ)ને ફોન કર્યો હતો. આ વાતચીત દરમ્યાન દેવજીએ બીભત્સ ગાળો આપી હતી અને આ ફરિયાદી યુવતીના ચારિત્ર્ય અંગે ખરાબ વાતો કરી હતી અને 18 મિનિટની આ ઓડિયો ક્લિપ સમાજના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરી હતી. આવી ખરાબ ક્લિપના કારણે યુવતીની થયેલી સગાઇ ફોક થઇ હતી. પોલીસે આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer