ભારતની રાષ્ટ્રીય રમત હોકી છે ? ના... મંત્રાલયે આપ્યો જવાબ

મુંબઇ, તા. 13 : હોકી એ ભારતની રાષ્ટ્રીય રમત છે તેવી પ્રચલિત માન્યતા છે, પરંતુ યુવા બાબતો અને રમતગમતના કેન્દ્રીય મંત્રાલયે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે કોઇ જ રમતને દેશની રાષ્ટ્રીય રમત જાહેર કરી નથી. મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના એક શિક્ષકે માહિતી અધિકાર કાયદા?(આરટીઆઇ) તળે માગેલી જાણકારીના જવાબમાં મંત્રાલયે આવી સ્પષ્ટતા કરી હતી. સિંધખેડાની શાળાનાં શિક્ષક મયૂરેશ અગરવાલે જણાવ્યું હતું કે, હોકીને ક્યારે રાષ્ટ્રીય રમત જાહેર કરાઇ હતી, તેવું મારા વિદ્યાર્થીઓએ મને પૂછતાં મેં આ અરજી કરી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer