પૃથ્વી પહેલાં શુભમનને તક મળે : હરભજન

હેમિલ્ટન, તા. 13 : ભારતના સિનિયર ઓફ સ્પિનર હરભજનસિંહના માનવા પ્રમાણે ભારત-એ માટે શાનદાર પ્રદર્શન કરનારો શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં પદાર્પણ માટે તૈયાર છે. શુભમને પહેલાં એ-ટેસ્ટ મેચમાં નોટઆઉટ 83 રન અને નોટઆઉટ 204 રન કર્યા હતા. ત્યારબાદ બીજી મેચમાં સદી કરી હતી. પૃથ્વી સો અંતિમ ઈલેવનમાં પસંદગીનો દાવેદાર છે. જે 16 મહિના બાદ ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે. હરભજને કહ્યું હતું કે, શુભમનને તક મળવી જોઈએ. કારણ કે તે રિઝર્વ ઓપનિંગ બેટ્સમેન તરીકે ટીમમાં લાંબા સમયથી જોડાયેલો છે. રોહિત શર્માને ઈજા અને રાહુલની પસંદગી ન થવાથી ભારત માટે મયંક અગ્રવાલ ઓપનિંગ કરી શકે છે. જો કે અગ્રવાલ એ-ટીમમાં નાકામ રહ્યો હતો. હરભજને કહ્યું હતું કે, મયંકનો ટેસ્ટ ક્રિકેટમાં નોંધપાત્ર રેકોર્ડ છે. તે રમતને યોગ્ય રીતે સમજે છે. હરભજનના કહેવા પ્રમાણે મયંક અને શુભમને પહેલી ટેસ્ટ રમવી જોઈએ.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer