કચ્છમાં કુલ મતદારોને આંક પંદર લાખને પાર

ભુજ તા.13: કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશથી કચ્છમાં પણ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પંચના આદેશથી કચ્છમાં પણ સુધારેલી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ કરી દેવામાં આવી છે. ત્યારે કચ્છમાં 38870 જેટલા નવા મતદારોના નામ નોંધણી સામે 9499 મતદારોએ આ યાદીમાંથી નામ કમી કરાવતાં જિલ્લામાં કુલ મતદારોની સંખ્યામાં સરેરાશ 29371નો વધારો થવા સાથે 6 વિધાનસભા ક્ષેત્રને આવરી લેતાઆ જિલ્લામાં મતદારોની કુલ સંખ્યા હવે 1પ,10,620 પર પહોંચી છે. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એમ.બી. પ્રજાપતિએ વિગતવાર માહિતી આપતાં જણાવ્યું કે, લોકસભા ચૂંટણી સમયે કચ્છમાં 14,81,249 મતદારો નોંધાયેલ હતા તે બાદ આ મતદાર યાદી સુધારણા પશ્ચાત કુલ મતદારોનો આંક હવે 1પ લાખને પાર થઈ ગયો છે. તેમણે જણાવ્યું કે કચ્છ જિલ્લાની કુલ વસ્તીના પ્રમાણમાં મતદારોની ટકાવારીનો રેશિયો 61.63 ટકાએ પહોંચ્યો છે. એક મહત્ત્વની બાબત આ મતદાર યાદી સુધારણા પશ્ચાત એ સામે આવી છે કે મહિલા મતદારોનો રેશિયો લોકસભા ચૂંટણી સમયે 920 હતો તે વધીને હવે 923 પર પહોંચ્યો છે. ખાસ કરીને જ્યાં મહિલા મતદારોનો ઘટતો રેશિયો પડકારજનક હતો એ રાપરમાં 893માંથી 900 અને ગાંધીધામમાં 8પ1માંથી 873 પર પહોંચ્યો છે. યુવા મતદારોની વાત કરીએ તો 18 વર્ષ પૂરાં કરી પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરનાર છે એવા યુવાનોની સંખ્યા 27406 છે. યુવા મતદારોની ટકાવારી 0.પ0 ટકાથી વધીને 1.12 ટકા પર અટકી છે. જિલ્લામાં નોંધાયેલા કુલ મતદારોમાં પુરુષ મતદારો 7,8પ,પ11 અને મહિલા મતદારોની સંખ્યા 7,2પ,091 નોંધાઈ છે. આ ઉપરાંત 18 જેટલા અધર્સ મતદાર નોંધાયા છે. મહિલા મતદારોનો વિધાનસભા બેઠક વાઈઝ રશિયો જોઈએ તો અબડાસામાં 929, માંડવીમાં 940, ભુજમાં 9પ7, અંજારમાં 947, ગાંધીધામમાં 873 અને રાપરમાં 900 રહેવા પામ્યો હોવાનું નાયબ ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિએ વિગત આપતાં જણાવ્યું હતું.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer