અંતરજાળમાં આધેડે ફાંસો ખાઇ જીવ દીધો

ગાંધીધામ, તા. 13 : તાલુકાના અંતરજાળમાં રાજનગર વિસ્તારમાં રહેતા આલા રાજા સોલંકી (ઉ.વ. 45)એ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. અંતરજાળના રાજનગર-3માં રહેતા આ આધેડે આજે બપોરે અંતિમ પગલું ભરી લીધું હતું.આ આધેડ આજે બપોરે પોતાના ઘરે હતા ત્યારે પંખામાં રસ્સી બાંધી ગળેફાંસો  ખાઇ આંખો મીંચી લીધી હતી. તેમણે આ છેલ્લું પગલું કેવા કારણોસર ભર્યું હશે તે હજુ બહાર આવ્યું નથી. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer