અંજારમાં રખડતા ઢોર-કૂતરાના ત્રાસના વિરોધમાં આજે પ્રતીક ઉપવાસ

અંજાર, તા. 13 : શહેરમાં રખડતા ઢોર કૂતરાના લાંબા સમયથી ત્રાસ અંગે નગરપાલિકા અને પોલીસને ફરિયાદો કરવા છતાં કાર્યવાહી ન કરાતી હોવાનું અહીંના વકીલ અમરસિંહ  મકવાણાએ તા. 14/2ના રેલી યોજી નગરપાલિકા કચેરી સામે પ્રતીક ઉપવાસ કરશે અને સાંજે 6.30 વાગ્યે આખલાથી ભોગગ્રસ્ત મુલાકાત લેશે તેથી મામલતદારને રજૂઆત કરી આ માટેની મંજૂરી માંગી હતી. રખડતા આખલા, ઢોર અને  કૂતરાને પકડીને ડબ્બે પૂરવાની જવાબદારી અંજાર નગરપાલિકા તથા પોલીસ સ્ટેશનની સંયુક્ત હોવાનું શ્રી મકવાણાએ જણાવ્યું હતું.  અરજદાર અમરસિંહ મકવાણાએ વધુમાં જણાવ્યું હતું કે તેમના નિવાસ ગુરુકુલ નગર-1થી સવારે 8.30 વાગ્યે આખલાના ચિહ્નવાળી ધજા  સાથે પગે નીકળશે તેમાં માર્ગમાં  લોકો જોડાશે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer