કિડાણામાં ઘરમાંથી પોલીસે 28 હજારનો દારૂ પકડયો

ગાંધીધામ, તા. 13 : તાલુકાના કિડાણામાં આવેલા ઓમનગરના એક મકાનમાંથી એલ.સી.બી.એ રૂા. 28,000નો શરાબનો જથ્થો જપ્ત કર્યો હતો. ઓમનગરના મકાન નંબર 104માં આજે બપોરે પોલીસે છાપો માર્યો હતો. પોલીસ આવતી હોવાની ગંધ આવી જતાં દેવજી ઉર્ફે દેવશી વાછિયા મહેશ્વરી નામનો શખ્સ મકાન ખુલ્લું રાખીને નાસી ગયો હતો. તેના મકાનમાં લાકડાના પેટી પલંગ અંદરથી સિગ્નેચર ટેર એજડની 14 બોટલ તથા ટુબોર્ગ બિયરના 168 ટીન એમ કુલ રૂા. 28,000નો દારૂ હસ્તગત કરવામાં આવ્યો હતો. રેઢું મકાન મૂકીને નાસી ગયેલા આ શખ્સને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ?ધરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer