યાયાવર પ્રજાતિ સંમેલનમાં કચ્છની સંસ્થા જોડાશે

ભુજ, તા. 13 : 17મી ફેબ્રુઆરીથી 22મી ફેબ્રુઆરી સુધી સંયુકત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમ હેઠળ ગાંધીનગર મુકામે સ્થળાંતર કરનાર એટલે કે યાયાવર પક્ષી પ્રાણીઓના સંરક્ષણ સંવર્ધન માટે 13મા આંતરરાષ્ટ્રીય સેમિનારનું આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના યજમાન તરીકે ભારતની દાવેદારી કરવામાં આવી રહી છે. કચ્છ યાયાવર પક્ષીઓના માર્ગ ઉપર આવતું હોવાથી અને હિન્દ મહાસાગરમાં કચ્છનો અખાત સમુદ્રી કાચબા ઉપરાંત વિલુપ્ત થવાને આરે આવેલ જલપરી ડુંગોંગ ઉપરાંત જેલીફીસની પ્રજાતિઓ માટેના યાયાવર પ્રવાસમાં અતિ મહત્ત્વનું સ્થાન ધરાવતું રહ્યું છે. આ  બધામાં `ઘોરાડ' વિનાશના આરે ઉભેલા પક્ષીની યાદીમાં મોખરે રહ્યું છે. `કોપ'ના નામે ઓળખાતું આ સંમેલન પ્રકૃતિ શાત્રીઓ માટે એક દીવાદાંડી સમાન બની રહેનાર છે. પક્ષી નિરીક્ષણ સંરક્ષણ અને સંવર્ધન ક્ષેત્રે પાંચ દાયકાથી વધુ સમયથી કાર્યરત સંસ્થા પેલીકન નેચર ક્લબના પ્રમુખ નવીનભાઇ બાપટ અને સિનિયર પક્ષી નિરીક્ષક શાંતિલાલ વરૂ, આ સંસ્થા તરફથી `કોપ' સંમેલનમાં ભાગ લેવા જોડાઇ રહ્યા છે. 13મા કોપ સંમેલનનો મુખ્ય આશય આ બધી 182 સ્થળાંતર કરનાર પ્રજાતિઓ જેમાં 29 જાતો વૈશ્વિક સ્તરે અત્યંત જોખમના આરે આવેલા પક્ષી પ્રાણી-જળચરના સંરક્ષણ સંવર્ધનનો છે. જેમાં ભારત યજમાન તરીકે ભાગ ભજવવાનું હોઇ અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આ સંમેલનનો શુભારંભ કરાવવાના હોવાથી આવો સરસ પ્રસંગ ગુજરાતના આંગણે યોજાઇ રહ્યો છે તે અતિ મહત્ત્વની બાબત છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer