પ્રજ્ઞાચક્ષુ શિક્ષકની વેતન વધારા અંગે ન્યાય ન મળે તો ધરણાની ચીમકી

ભુજ, તા. 13 : સમાજ સુરક્ષા અંતર્ગત ચાલતી ભુજની સરકારી અંધશાળામાં કરાર આધારિત ઉદ્યોગ શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રજ્ઞાચક્ષુ ચંદ્રસિંહ બી. સોઢાએ પરિપત્ર મુજબ વેતન વધારો આપવા અન્યથા અન્ય દિવ્યાંગોને સાથે રાખી ધરણા કરવાની ચીમકી આપી છે. જિલ્લા કલેક્ટરને ચંદ્રસિંહે પત્ર પાઠવી જણાવ્યું છે કે, મને મહેનતાણારૂપે માત્ર રૂા. 3500 દર માસે મળી રહ્યા?છે. જે આવી મોંઘવારીમાં અપૂરતા છે. તા. 21/8/2018ના પહેલાંના પરિપત્ર મુજબ સ્વૈચ્છિક સંસ્થા તેમજ સરકારી સંસ્થાના વેતન સમાન હતા, પરંતુ ત્યારબાદના ઠરાવ બાદ વધારો થયો છે. અમે સરકાર સંચાલિત શાળામાં કામ કરતા હોવા છતાં અમને તેનાથી વંચિત રાખી આર્થિક શોષણ થઇ રહ્યું છે. 20 દિવસમાં પરિપત્ર મુજબ એરિયર્સ સાથે પૂરતું વેતન નહીં મળે તો કલેક્ટર કચેરી સામે અન્ય સમર્થક દિવ્યાંગોને સાથે રાખીને ધરણા કરાશે તેવી ચીમકી પત્રમાં અપાઇ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer