કાલે ભુજમાં આશા સંમેલન

ભુજ, તા. 13 : જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા આરોગ્યની સારી સેવા આપતી આશા બહેનોને પ્રોત્સાહિત કરવા શનિવાર તા.15/2ના સવારે 10 વાગ્યે આશા સંમેલન વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ખાતે યોજાશે. રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના અધ્યક્ષસ્થાને યોજાનારા કાર્યક્રમમાં  મુખ્ય મહેમાનપદે જિ.પં. પ્રમુખ, સાંસદ, તમામ ધારાસભ્યો, અતિથિ વિશેષપદે તમામ તા.પં. પ્રમુખો, તમામ નગરપાલિકા પ્રમુખો, તેમજ કલેક્ટર અને ડીડીઓ ઉપસ્થિત રહેશે. તેવું  જિલ્લા સીડીએચઓ ડો. કન્નર અને આરોગ્ય સમિતિ  અધ્યક્ષા ફુલાબેન એમ. છાંગાએ જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer