આત્મહત્યા અટકાવવા ભારતમાં પ્રથમ વખત 21મીએ ભુજમાં યોગ સાઇકોથેરાપી લોક તાલીમ

ભુજ, તા. 13 : કચ્છ આત્મહત્યા અટકાવ ફોરમ અને ભુજ નગરપાલિકાના સંયુકત ઉપક્રમે સમાજમાં આત્મહત્યાના કરુણ બનાવ અટકાવવા માટે યોગ સાઇકોથેરાપી લોક તાલીમનું આયોજન ભારતમાં પ્રથમ વખત શિવરાત્રિના શુભ પ્રસંગે 21મી ફેબ્રુઆરીએ  ટાઉનહોલ ખાતે થઇ રહ્યું છે. આમાં સામૂહિક સ્તરે દુ:ખ, ચિંતા, હતાશા, માનસિક તણાવ દૂર કરી આત્મહત્યા અટકાવવા માટે આમલોકોને વૈજ્ઞાનિક પદ્ધતિસર તાલીમ  ડો. દેવજ્યોતિ શર્મા આપશે. આમ લોકો વચ્ચે પ્રથમ વાર શિવ કૈથારસિસ પદ્ધતિ દ્વારા શિવ તાંડવ ભાવ વિરેચન મનોપચાર વિધિના જીવંત પ્રદર્શન કરવામાં આવશે. સાથે ગુજરાતના નામાંકિત ડ્રામા આર્ટિસ્ટો દ્વારા જિંદગી ફરી નહીં મળે નાટકની રજૂઆત થશે. કાર્યક્રમ માટે નિ:શુલ્ક પાસ ભવાની કોમ્પ્યુટર, વેલાણી હોસ્પિટલની બાજુમાં અને સહકાર મેડિકલ સ્ટોર, હોસ્પિટલ રોડ ખાતે મળશે.ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખ ડો. રામભાઇ ગઢવીએ  લોકોને કાર્યક્રમમાં  જોડાવા માટે અપીલ કરી છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer